ટ્રાન્સસ્ટીલ સીટિંગ ટેક્નોલોજીસનો SME IPO 30 ઓક્ટોબર, 2023ના રોજ ખૂલશે
અમદાવાદ: ભારતમાં ઓફિસ ફર્નિચરના ઉત્પાદનમાં કાર્યરત ટ્રાન્સસ્ટીલ સીટિંગ ટેક્નોલોજીસ લિમિટેડનો એસએમઇ આઇપીઓ એનએસઇ ઇમર્જ ઉપર 30 ઓક્ટોબર, 2023ના રોજ ખૂલશે. કંપની ક્લાયન્ટ્સની જરૂરિયાતો મૂજબ વિશિષ્ટ રીતે તૈયાર કરાયેલું ફર્નિચર અને ઇન્સ્ટોલેશન ઓફર કરે છે.
કંપનીનો આઇપીઓ 30 ઓક્ટોબર, 2023ના રોજ ખૂલીને 01 નવેમ્બર, 2023ના રોજ બંધ થશે. આઇપીઓનું કદ રૂ. 49.98 કરોડનું છે, જેમાં 67,84,000 ફ્રેશ ઇક્વિટી શેર્સ અને 3,56,000 ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. એન્કર ફાળવણી 27, ઓક્ટોબર, 2023ના રોજ કરાશે.
કંપનીની આવકો છેલ્લાં ત્રણ વર્ષમાં 37 ટકા સીએજીઆર સાથે વધી છે. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની કુલ આવકો રૂ. 59.47 કરોડ, ચોખ્ખો નફો રૂ. 9.09 કરોડ અને ઇબીઆઇટીડીએ રૂ. 15.43 કરોડ હતો. નાણાકીય વર્ષ 2021-22માં કંપનીની કુલ આવકો રૂ. 27.98 કરોડ, ચોખ્ખો નફો રૂ. 1.59 કરોડ અને ઇબીઆઇટીડીએ રૂ. 3.88 કરોડ હતી.
ભારતીય ઓફિસ ફર્નિચરનું કદ વર્ષ 2022માં 5.41 અબજ ડોલરનું હતું, જે વર્ષ 2030 સુધીમાં 15 ટકા વધવાનો અંદાજ છે. આ ઉપરાંત ફર્નિચરની નિકાસ વર્ષ 2018થી વર્ષ 2030 સુધીમાં 220 ટકા વધવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતની ફર્નિચરની આયાત 36 ટકા ઘટી છે. અનુકૂળ વસ્તી વિષયક પરિબળો, કુશળ કામદારો, ચાઇનિઝ આયાતો ઉપરની નિર્ભરતામાં ઘટાડા જેવાં કારણો ફર્નિચર સેક્ટરની વૃદ્ધિને વેગ આપી રહ્યાં છે. કંપનીના પિઅર્સમાં સ્ટીલકેસ, એચએનઆઇ અને હેવર્થ વગેરે છે.
મુખ્ય વિશેષતાઓઃ
● કંપની ચાર સેગમેન્ટ્સ – ચેર, ટેબલ, વર્કસ્ટેશન અને સ્ટોરેજ સ્પેસમાં 5,000થી વધુ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે
● મુખ્યત્વે ડિજિટલ-ફર્સ્ટ ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર મોડલ દ્વારા સંચાલિત છે, જેથી કંપની અર્ગોનોમિક ઓફિસર ફર્નિચરની જરૂરિયાત ધરાવતા બિઝનેસિસની અપેક્ષાઓને ઝડપથી ઓળખ કરીને વચેટિયાઓને દૂર કરે છે
● આઇટી, માર્કેટિંગ, સેલ્સ, લોજીસ્ટિક્સ અને ફુલફિલમેન્ટ પ્રવૃત્તિઓના સંચાલન માટે સમર્પિત ઇન-હાઉસ ટીમ
● ક્લાયન્ટ્સ સાથે મજબૂત જોડાણ શિક્ષણ, હેલ્થકેર, હોસ્પિટાલિટી, બેંકિંગ, ઇન્સ્યોરન્સ, ઇન્સ્યોરન્સ, આઇટી વગેરે જેવી ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત કંપનીઓ પાસેથી નિયમિત રિપિટ બિઝનેસ સુનિશ્ચિત કરે છે
● ઇન્ફોસિસ, આઇટીસી, બોશ, વોલ્વો, અમેરિકન એક્સપ્રેસ, ટાઇટન વગેરે જેવા પ્રમુખ ક્લાયન્ટ્સ
● સમગ્ર ભારતમાં ફર્નિચર ડિલિવર અને ઇન્સ્ટોલ કરવાની ક્ષમતા
● દેશભરમાં સાત એક્સપિરિયન્સ સેન્ટર, જેથી ગ્રાહકો ઇન-પર્સન મુલાકાત લઇને પ્રોડક્ટ્સ જોઇ શકે
● પ્રમોટર પાસે ફર્નિચર ઇન્ડસ્ટ્રીમાં પાંચ દાયકાથી વધુ અનુભવ
મહત્વપૂર્ણ છે કે હવે કોર્પોરેટ્સ તેમની વર્ક-ફ્રોમ-હોમ પોલીસીને બંધ કરી રહ્યાં છે ત્યારે ટ્રાન્સસ્ટીલને ઓફિસ ફર્નિચરની ઉભરતી માગથી લાભ થવાની આશા છે.