Western Times News

Gujarati News

ટ્રાવેલ્સના માલિક પાસે એક જ નંબરની બે બસઃ બોગસ પરમીટ કૌભાંડ

પ્રતિકાત્મક

અકસ્માત કરનાર બસની તપાસમાં ટ્રાવેલ્સ માલિકનું બોગસ પરમીટ કૌભાંડ પકડાયું

(એજન્સી)અમદાવાદ, શહેરના એસજી હાઈવે પર આવેલા બ્રિજ પર એક માસ પહેલા સવારના સમયે અકસ્માત સર્જાયો હતો. ઝાયડસ ચાર રસ્તાથી આગળ આવેલા બ્રીજ પણ રણુજા મંદીર પાસે એક ટ્રાવેલ્સ બસના ચાલકે અકસ્માત સર્જી દેતાં એક યુવકનું માથું ફાટી જતા ઘટનાસ્થળે મોત નીપજયું હતું.

જેની એસજી-૧ ટ્રાફીક પોલીસની તપાસ ટ્રાવેલ્સ માલીકના બોગસ પરમીટનું કૌભાંડ પકડાયું છે. ટ્રાફીક પીઆઈએ આ મામલે સોલામાં ફરીયાદ નોધાવી છે. આરોપી પાસે એક જ નંબરની બે બસ છે. જાેકે, બંને બસના નંબરના સીરીઝ અલગ છે. અકસ્માત જે બસથી સર્જાયો હતો તે બસની પરમીટ ન હોવાથી આરોપીએ ચેડાં કરીને તેની પોલીસ પરમીટ બનાવવી ઝેરોક્ષ રજુ કરી હતી.

એસજી-૧ ટ્રાફીક પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેકટર અપૂર્વ પટેલ એક માસ પહેલાં ર૩ વર્ષીય અંકિત પ્રજાપતીનું રણુજા મંદીર પાસે સાયન્સ સીટી જવાના રોડના કટ પાસે અકસ્માતમાં મોત થયું હોવાની તપાસ કરી રહયા હતા. આ બસ પાર્થ ટ્રાવેલ્સની પરીમલ ફાર્મા સોલ્યુશન કંપનીની સ્ટાફ બસ હતી.

જેથી તેના ચાલક લોકેશ મીણાએ અકસ્માત સર્જાયો હતો. પીઆઈ પટેલે વધુ તપાસ કરી બસના માલીક હીમાંશુ પટેલને બોલાવ્યો હતો. માલીક હીમાંશુ પટેલે ડ્રાઈવરનું નામ આપ્યા બાદ પોતે પાર્થ ટ્રાવેલ્સનો માલીક હોવાનું કહેતા પોલીસે તેની પાસે બસના જરૂરી કાગળો માગ્યા હતા.

આરોપી હિમાંશુએ આરસી બુક, આરટીઓની પરમીટ, ફીટનેસ, બુક આરટીઓની નકલો રજુ કરી હતી. જાેકે, તેની પાસે બસનો વીમો કે પીયુસી સર્ટી. નહોતું જેથી પોલીસે ભારે વાહન ચલાવવા બાબતની પોલીસની પરમીટ માગતા તેની પાસે અસલ પરમીટ ન હોવાનું કહીને ઝેરોક્ષ નકલ રજુ કરી હતી.

જે પરમીટમાં પાંચ બસની પરમીટ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જાેકે, તે પરમીટ શંકાસ્પદ લાગતા ટ્રાફીક જેસીપીની કચેરીએ ખરાઈ કરાવતા પરમીટ ન આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તપાસ કરતા આરોપી હિમાંશુ પટેલ પાસે એક જ નંબરની બે બસ છે. પણ તેની સીરીઝ અલગ છે.

જે સીરીઝવાળી બસની પરમીટ તેની પાસે હતી. તેમાં અકસ્માત સર્જાનાર બસની સીરીઝ લખી ચેડાં કરીને બનાવટી પરમીટ બનાવી પોલીસ સમક્ષ રજુ કરી હતી. જેથી પીઆઈ અપૂર્વ પટેલે આ કૌભાંડનો પર્દાફાશ કરીને આરોપી હિમાંશુ પટેલ સામે સોલામાં ફરીયાદ આપતા સોલા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.