TRB જવાનોએ ભૂલી પડેલ બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું

ખંભાળિયા, ટ્રાફિક શાખાના એ.એસ.આઈ વિજયદાન લાંગા તથા પો.હેડ. ઈન્સ. સૂર્યદાનભાઈ સંધિયા તથા ટી.આર.બી. જવાન લગધીરસિંહ જાડેજા તથા હારૂનભાઈ વાઘેર ખંભાળિયા મિલન ચાર રસ્તા ખાતે ટ્રાફિક કામગીરીમાં હતા ત્યારે આશરે ત્રણ વર્ષની નાની બાળકી એકલી જ રડતી રડતી દોડતી જાેવા મળી
જેથી તાત્કાલિક તેની પાસે જઈ તેને પુછતા રડવા લાગતા તેને પાણી તથા નાસ્તા આપી શાંત કરી પુછતા તેણીએ જણાવ્યું કે ખંભાળિયા મારા મમ્મી-પપ્પા પાસે જવું છે. કાલીઘેલી ભાષામાં જણાવતી હોય જેથી પી.એસ.આઈ એન.ડી. કલોતરાની સૂચનાથી બાળકી જે દિશા તરફથી દોડતી આવી
તથા મિલન ચાર રસ્તા આસપાસના વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી તે અંગે માતા પિતા અંગે શોધખોળ કરવાનું કહેતા તપાસ દરમિયાન ખંભાળિયા નવા નાકા પાસે રહેતા રવિભાઈ લાલજીભાઈ ડોરૂની દીકરી હોવાનું માલુમ પડ્યું તેઓને તાત્કાલિક બોલાવી ખરાઈ કરી તેમની બાળકીને સોંપી હતી.