અર્પિતા મુખર્જીના બીજા ઘરના ટોઇલેટમાંથી મળ્યો ખજાનો
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં સામે આવેલા શિક્ષણ કૌભાંડમાં અર્પિતા મુખર્જીની મુશ્કેલી વધી રહી છે. EDની ટીમ તેના બીજા ઘરે પણ તપાસ કરી રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, તેના ઘરે ફરી એકવાર મોટી રકમ અને સોનું મળી આવ્યું છે. આ રકમ એટલી વધારે છે કે, EDએ નોટ ગણવાના મશીનો મંગાવી દીધા છે. અત્યાર સુધીમાં EDએ ૨૯ કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે અને પાંચ કિલો સોનું જપ્ત કર્યું છે. આ પૈસા લઈ જવા માટે ED દ્વારા ૨૦ ટ્રંક પણ મંગાવવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, આ વખતે ઇડીએ ક્લબ ટાઉનમાં આવેલા અર્પિતાના એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા. ઇડીને આ ફ્લેટમાં જવા માટે દરવાજાે તોડવો પડ્યો હતો. કારણ કે , એજન્સીને આની ચાવી મળી ન હતી.
અધિકારીઓએ સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, અમને હાઉસિંગ કોમ્પલેક્ષના એક ફ્લેટમાંથી સારી રકમ મળી હતી. કેશને ગણવા માટે નોટ ગણવાની ત્રણ મશીનો લાવવામાં આવી હતી. રોકડ, ગોલ્ડ સાથે મહત્ત્વના અનેક દસ્તાવેજાે પણ મળ્યા હતા. ચોંકવનારી વાત એ છે કે, અર્પિતાએ આ રકમ ફ્લેટના ટોયલેટમાં છૂપાવ્યા હતા.
આ કેસમાં અત્યાર સુધીમાં EDએ ૪૯ કરોડ રોકડ રિકવર કરી છે. આ આંકડો હજુ વધવાની ધારણા છે. વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે. છેલ્લા દરોડામાં અર્પિતાના ઘરેથી ૨૦થી વધુ ફોન અને ઘણી કંપનીઓના દસ્તાવેજાે પણ મળી આવ્યા હતા.
જ્યારે તપાસ એજન્સીના અધિકારીઓ અર્પિતાના ફ્લેટ પર પહોંચ્યા ત્યારે તેને તાળું વાગેલું હતું. તાળું તોડીને અધિકારીઓ અંદર પ્રવેશ્યા અને જાેયું તો કાગળમાં લપેટેલા પેકેટો મળી આવ્યા હતા.
જેમાં ૫૦૦ અને બે હજારની નોટો હતી.કોલકાતાની એક વિશેષ અદાલતે પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને ૩ ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમજ દર ૪૮ કલાકે મેડિકલ ચેકઅપનો આદેશ આપવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની સાથી અર્પિતા મુખર્જીને આજે કોલકાતાની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી.
આ અંગે EDએ કોર્ટને જણાવ્યું હતુ કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની સહયોગી અર્પિતા મુખર્જી નાણાકીય લેવડ-દેવડ માટે ઓછામાં ઓછી ૧૨ શેલ કંપનીઓ ચલાવતી હતી.
EDએ કહ્યું કે પાર્થ ચેટર્જીને ભુવનેશ્વર જવા માટે મનાવવા ખૂબ મુશ્કેલ હતું. ED અનુસાર, પાર્થ ચેટર્જીએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે, હું નહીં જાઉં. બહુ મુશ્કેલીથી અમે તેને કોઈક રીતે ભુવનેશ્વર લઈ ગયા. EDએ કોર્ટ સમક્ષ પાર્થ ચેટરજીનો IIMS ભુવનેશ્વર મેડિકલ રિપોર્ટ રજૂ કર્યો. જે દર્શાવે છે કે તે ફિટ અને સ્થિર છે. EDએ કહ્યું કે, મેડિકલ રિપોર્ટમાં કંઈ ખોટું નથી. સરકારી હોસ્પિટલમાં રહેવા માટે તે પોતાના પદનો લાભ ઉઠાવી રહ્યા હતા. તે ફિટ છે અને તેની અટકાયત કરી શકાય છે.SS1MS