Western Times News

Gujarati News

પેટ, આંતરડા અને આમવાત: આયુર્વેદમાં ઉપચાર

સવારના ભોજન પહેલા એક ગ્લાસ મોસંબી, નાસપતી, સંતરા અથવા જમરુખનો રસ પીવાથી પેટનું અલ્સર થતા નથી.

વાતવ્યાધી મટાડવા માટે કોઈ પણ પ્રકારના લોટમાંથી બનાવેલી આહારની ચીજો છોડી દેવી-રોટલા, રોટલી, પુરી જેવી કોઈ પણ ચીજ લેવી નહીં.

રોગના પ્રમાણ અનુસાર આ ઉપચાર કરતા રહેવાથી કદાચ એમાંથી છુટકારો મળી શકે. વાતવ્યાધી મટાડવા માટે કોઈ પણ પ્રકારના લોટમાંથી બનાવેલી આહારની ચીજો છોડી દેવી. વાયુ કરનાર પદાર્થો અને ઠંડી ચીજો લેવી નહીં. રોટલા, રોટલી, પુરી જેવી કોઈ પણ ચીજ લેવી નહીં.

જ્યાં સુધી રોગમાંથી મુક્તી ન મળે ત્યાં સુધી માત્ર દાળ, ભાત, ખીચડી, શાક ખાવાં, અને દવા લેવી.જે કફ ઘટ્ટ થઈ નાક, ગળા, આંતરડાં અને સાંધાઓમાં ચોંટે છે તેને આમ કહે છે. વાના રોગમાં વાયુવીકાર ઉપરાંત વત્તા કે ઓછા પ્રમાણમાં આ કફ કે આમ પણ હોય છે જ.

જ્યારે આમનું પ્રમાણ વધી જાય, શરીરના કોષેકોષમાં ફેલાઈ જાય અને દરેક કોષને બગાડી મુકે ત્યારે આ વ્યાધીને ‘આમવાત‘ કહે છે. વાતવ્યાધીમાં આમ સાથે હોવાથી એ જલદી મટતો નથી હોતો. આથી આ પ્રકારનો કોઈ પણ વ્યાધી મહાવ્યાધી ગણાયછે. આહારમાં તુવેરની દાળ, મગની દાળ, મગ, મગનું પાણી, ખીચડી અને પસંદ કરેલાં શાક જ લેવાં.

શાકમાં સૌથી પ્રથમ પસંદગી વેંગણ, પછી સરગવો, મુળા, મોગરી, સુવાની ભાજી, પાલખ (સ્પીનીચ), મેથીવાળું શાક, મેથીની ભાજી. વળી દુધી, પરવળ, તુરીયાં, ગલકાં પણ થોડા પ્રમાણમાં ચાલે. આમાં પણ જે શાક તમારી પ્રકૃતીને વાયુકારક જણાતાં હોય તે ન લેવાં. બીજાં બધાં શાક બંધ કરવાં. કંદમાં લસણ અને સુરણની છુટ છે. ખાઈ શકાય એ રીતે લસણ ખાવું. જેમ કે તેલમાં બ્રાઉન થાય તેટલું ગરમ કરીને જમતી વખતે લસણ લઈ શકાય.

વાના રોગોનો લસણ શત્રુ છે. આમ છતાં જેમને લસણથી ગરમીની તકલીફ થતી હોય તેમણે એનું પ્રમાણ ઘટાડવું કે પોતાને માફક આવે તેટલું જ લેવું. જેમ બને તેમ તેલનો ઉપયોગ કરવો. તેલ ગરમ કરી તેમાં લસણની સાતઆઠ કળી ફોલીને નાખવી. જેમને લસણ વધુ ગરમ પડતું હોય તેમણે આ તેલનો ઉપયોગ કરવો.

આ તેલ ખચડીમાં ખાઈ શકાય. તેલ બને ત્યાં સુધી તલનું કે સરસીયું વાપરવું. બીજી મહત્ત્વની બાબતોમાં દુધ બને તેટલું ઓછું લેવું, ખટાશ અને તળેલી ચીજો બંધ કરવી. વાસી ખોરાક ન ખાવો. મહારાસ્નાદી ક્વાથ સવારે ઉકાળી ગાળીને તેમાં ૫ ગ્રામ સુંઠ નાખી ૧થી ૨ તોલા દીવેલ ઉમેરી પી જવું. સાંજે ફરીથી સવારના કુચામાં પાણી નાખી ઉાકાળી માત્ર સુંઠ નાખીને પીવું, સાંજે દીવેલ ન લેવું.

અલ્સર (ેઙ્મષ્ઠીિ), પેટની અંદરના ભાગમાં પડતાં કોઈ પણ પ્રકારનાં ચાંદાં (અલ્સર)માં ફ્‌લાવર એક અકસીર ઔષધનાં કામ કરે છે. તાજા ફ્‌લાવર નો રસ સવારે ખાલી પેટ એકાદ કપ દરરોજ નીયમીત પીવાથી અલ્સર સમળુગાં મટી જાય છે. કાચા, પાકાં, આથેલાં બોર કે બોરનું અથાણું ખાવાથી કે બોરનું શરબત પીવાથી, કોઈપણ સ્વરૂપે બોરનું સેવન કરવાથી અલ્સર મટે છે.

સુકી મેથીનો ઉકાળો-કાઢો દરરોજ એક એક કપ દીવસમાં ચાર-પાંચ વાર પીતા રહેવાથી અલ્સર પેટમાં પડેલાં ચાંદાં મટે છે. વિટામીન સી અલ્સર થતુ તથા તેને વધતું અટકાવે છે. આથી સવારના ભોજન પહેલા એક ગ્લાસ મોસંબી, નાસપતી, સંતરા અથવા જમરુખનો રસ પીવાથી પેટનું અલ્સર થતા નથી. આમળાં ઉપરાંત મોસંબી, નાસપતી, સંતરા, પેર અને જમરુખ વિટામીન ‘સી’ ના ખુબ સારા સ્રોત છે. આ રસનું પાચન થયા બાદ ભોજન કરવું જોઈએ.

આમવાત મટે છે. આમવાતમાં સાંધઙ્મમાં સોજો આવે છે, ગુંમડું પાકતું હોય તેવી વેદના થાય છે, આજે એક સાંધામાં તો કાલે બીજામાં, કોઈને એકમાં તો કોઈને સવ સાંધામાં દુખાવો થાય છે. લસણની ૫ ગ્રામ કળીઓ ઘીમાં તળીને રોજ ભોજન પહેલાં ખાવાથી આમવાત મટે છે. ૧૦૦ ગ્રામ ખજુર પલાળી રાખી, મસળી, ગાળીને પીવાથી આમવાત પર ફાયદો થાય છે.

આદુનો ૧૦ ગ્રામ રસ અને લીંબુના ૧૦ ગ્રામ રસમાં ૧.૫ ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી આમવાત મટે છે. એક સારી સોપારી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે વાટી, જુની આમલીનો જાડો કલ્ક કરી તેમાં વાટેલી સોપારી મેળવી ગોળી કરી ગળી જવાથી અને ઉપરા- ઉપરી થોડું ગરમ પાણી પીવાથી રેચ લાગી આમવાત મટે છે.

મોટા કાચા પપૈયા પર ઉભા ચીરા કરી, તેમાંથી ટપકતું દુધ ચીનાઈ માટીની રકાબી કે પ્યાલામા ઝીલી લેવાનુ તેને તરત જ તડકામાં સકુવી સફેદ ચણુ વ બનાવી સારા બુચ વાળી કાચની શીશીમાં ભરી લેવું આ ચણુ વના સેવનથી આમવાત અને આંતરડાનાં રોગો મટે છે. એનાથી અપચો અને અમ્લપિત્ત પણ મટે છે.

ધાણા, સુંઠ અને એરંડાના મુળ સરખા વજને લઈ અધકચરાં ખાંડી બાટલી ભરી લેવી. બે ગ્લાસ પાણીમાં એક ચમચી ભુકો નાખી બરાબર ઉકાળવું જ્યારે એક કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારી, ઠંડુ પાડી, ગાળીને પી જવુ આ ઉકાળો સવાર-સાંજ એકાદ મહીનો પીવો જોઈએ. અથવા ધાણા, સૂંઠ અને એરાંડમળુ નું સરખા ભાગે બનાવેલું એક ચમચી વસ્ત્રગાળ બારીક ચણુ વ એક ગ્લાસ પાણીમાં સાંજે ઢાંકી રાખી સવારે ગાળીને પીવુ અને સવારે ઢાંકી રાખી સાંજે પીવાથી ઉગ્ર આમવાત થોડા જ દીવસોમાં મટે છે.

આ સાથે વાયુ વધારનાર આહારવીહારનો ત્યાગ કરવો. રોજ સવારે ૧૦૦ ગ્રામ પાણીમા ૨ ગ્રામ સઠુનુ ચણુ વ નાખી ધીમા તાપે ઉકાળી એક મોટો ચમચો દીવેલ નાખી હલાવીને નરણા કોઠે પી જવાથી આમવાતમાં ફાયદો થાય છે. ) નગોડનાં પાનને વરાળ થી બાફી તેનો રસ કાઢી દીવેલ સાથે લેવાથી આમવાત મટે છે. સીંહનાદ ગુગળ, હરડે, બહેડાં અને આમળાં દરેક ૧૨૦ ગ્રામને અધકચરાં ખાંડી દોઢ લીટર પાણીમાં ઉકાળો કરી

ગાળી તેમાં ૪૦ ગ્રામ ગંધક અને ૧૬૦ ગ્રામ દીવેલ (એરડીયુ) ઉમેરી ગરમ કરી પાક બનાવવો. ગોળી બની શકે તેવો પાક થાય એટલે ચણા ના દાણા જેવડી ગોળીઓ વાળવી. એને સીંહનાદ ગુગળ કહે છે. બે-બે ગોળી સવાર-સાંજ લેવાથી આમવાત સહીત બધા જ વાયુનાં રોગો, ઉદરરોગો વિગેરે મટે છે. ધીરજ રાખી લાંબા સમય સુધી આ પ્રયોગ કરવો.

આમદોષ માટે સૂંઠ મહાઔષધ ગણાયું છે. માત્ર સૂંઠનું ચૂર્ણ અનુકૂળ માત્રામાં સવાર સાંજ ફાકવાથી અને જે સંધિ આમવાત થી ગ્રસિત હોય ત્યાં આ પાવડર ઘસવાથી લાભ થાય છે. આ સૂંઠનો પાવડર ઘસવાથી તરત પીડાનું શમન થાય છે. પિત્ત પ્રકૃતિવાળાએ, લોહીના ઊંચા દબાણવાળાએ, ચામડીના રોગવાળી વ્યક્તિએ આ પ્રયોગ ન કરવો.

અશ્વગંધા ૧/૪ ગ્રામ, ચોપચીની ૧/૪ ગ્રામ સુંઠી પુંઠપાક ૧/૪ ગ્રામ, પુનરનવા ગૂગળ ૩ ગોળી, કરસકર ૬૦ મી.ગ્રામ મેળવી ૩ પડીકા કરવા. અનુપાન ગરમ પાણી, આમવાતના જુના તમામ રોગીઓમાં આ મિશ્રણ વાપરું છું. દીનદયાલ ચૂર્ણ ૫ ગ્રામ સૂતી વખતે ગરમ પાણી સાથે લેવાથી વાયુનું નિવારણ થઇ પેટ સાફ આવે છે એમનું પાચન થયા છે.

યોગ્ય આહાર-વિહાર અને ઔષધોનો ઉપયોગ આમવાતનાં દર્દીને આ રોગની પીડામાંથી મુક્તિ અપાવે છે. તેમાં શંકાને સ્થાન નથી. પથ્યઃ મગ, ચોખા, બાજરીનું જાવરૂ, લસણ, આદુ, સૂંઠ, મરી, કોથમીર મેળવી સવાર સાંજ લેવું, મીઠું બંધ કરવું. મગ અને મગનું પાણી, મગ, ભાત, કળથીનો ભાત અને મગ અથવા મગની દાળ, બાજરીનો રોટલો, જવ, કોદરી જુના ચોખાનો ભાત, શાકમાં કરેલા, મેથીની ભાજી, રીંગણ, સરગવો, વગેરે લેવાં.

અપથ્યઃ ગરિષ્ઠ ચીજો, દહીં, મીઠાઈ, ગળ્યા પદાર્થો, વિરુદ્ધ આહાર, રાત્રિનો ઉજાગરો, ઠંડા પીણાઓ, ઠંડા પાણીનું સ્નાન.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.