Western Times News

Gujarati News

વાપી ખાતે ” સ્વામી વિવેકાનંદ વન” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

(પ્રતિનિધિ) વાપી, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વલસાડ જિલ્લા બેઠક વાપીખાતે યોજાઈ હતી. જેમાં માં. ગૃહમંત્રી મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ , કૌશલભાઇ દવે (સ્ટેટ સંયોજક) ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સ્ટેટ બેઠકમાં ચર્ચા થયા મુજબ આગામી સમયમાં થનાર કાર્યક્રમોની ચર્ચા થઈ આ બેઠક માં શિલ્પેશભાઈ દેસાઈ અને હર્ષિતભાઈ દેસાઈ ,

જીલ્લા સંયોજક કિરણભાઈ ભોયા એ સર્વે સંયોજકો ને રૂ-૨૦ ગુજરાત સંવાદ કાર્યર્ક્મ ની સફળતા માટે ઝોન દ્વિતીય ક્રમ મેળવ્યો હતો એ બદલ અભિનંદન પાઠવ્યા હતા આ બેઠક બાદ આજરોજ ઔધોગિક નગરી વાપી ખાતે થી “સ્વામી વિવેકાનંદ વન” અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના સંયોજકો અને કે.બી.એસ કોલેજ વાપી ના પ્રિન્સિપલ પુનમ બહેન ચૌહાણ અને ગોવિંદ ભાઈ ગઢવી સાથે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ કરાવી વૃક્ષારોપણ અને તેનું રક્ષણ કરવા તેમજ પર્યાવરણ સંરક્ષણની જવાબદારી નિભાવવા ગામના સૌ યુવાઓને આહવાન કરી તેનું મહત્વ સમજાયું.

આ “સ્વામી વિવેકાનંદ વન” અભિયાન આગામી ૨૦ જુલાઈ થી લઈને ૩૦ જુલાઈ સુધી ચાલશે આ અભિયાન અંતર્ગત દરેક તાલુકા અને નગરપાલિકા વિસ્તાર ” સ્વામી વિવેકાનંદ વન” અભિયાન ચાલશે.. આ બેઠક તથા વૃક્ષારોપણ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ,

યુવા બોર્ડ ના ઝોન સંયોજક હર્ષિતભાઈ દેસાઈ, જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયા , વાપી નગર સંયોજક ગણપતસિંહ રાઠૌડ , મયુરભાઈ પટેલ , કેતનભાઈ બ્રાહ્મણી, પાર્થ પટેલ તથા વલસાડ જિલ્લા ના તમામ તાલુકા – નગરપાલિકા વિસ્તાર ના સંયોજકો તથા વાપી ના યુવાનો જાેડાયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.