Western Times News

Gujarati News

મેઘાલયમાં વહેલી સવારે ૩.૪ની તિવ્રતાના આંચકા અનુભવાયા

શિલોંગ, મેઘાલયમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર વહેલી સવારે લગભગ ૩.૪૬ કલાકે રાજ્યના તુરાથી ૩૭ કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૩.૪ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી પાંચ કિમી નીચે હતું. આ અગાઉ બુધવારે મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યુ હતું કે, અરુણાચલના બસરથી ૫૮ કિમી ઉત્તર-પશ્ચિમ-ઉત્તરમાં બુધવારે સવારે ૭ કલાકને એક મિનિટ પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

જેની રિક્ટર સ્કેલ પર તિવ્રતા ૩.૮ માપવામાં આવી હતી અને ઊંડાઈ જમીનથી ૧૦ કિમી નીચે હતી. તો વળી મહારાષ્ટ્રના નાસિકમાં કાલે વહેલી સવારે ભૂકંપના ઝટકા અનુભવયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે, ભૂકંપની તિવ્રતા ૩.૬ હતી અને કેન્દ્ર નાસિકથી ૮૯ કિમી પશ્ચિમમાં હતું. ભૂકંપની ઊંડાઈ જમીનથી ૫ કિમી નીચે હતી.

આ અગાઉ ૧૨ નવેમ્બરે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સાંજના લગભગ ૮ કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ દિવસે નેપાળમાં સાંજના લગભગ ૭.૫૭ કલાકે ૫.૪ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ જમીનથી ૧૦ કિમી નીચે હતી. તેનો પ્રભાવ ઉત્તર ભારતમાં અનુભવાયો હતો.

દિલ્હીમાં ૮ નવેમ્બરની મોડી રાતે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, આ વખતે કેન્દ્ર નેપાળમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા ૬.૩ની માપવામાં આવી હતી.

વિતેલા અમુક અઠવાડીયા દરમિયાન ભારતમાં દિલ્હી, યૂપી, બિહાર, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, પૂર્વોત્તર, અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ તમામ મામલોમાં ભૂકંપનું કેન્દ્ર નેપાળ હોવાનું કહેવાય છે.

ભારતમાં આ વર્ષે જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધીમાં ૯૪૮ વાર ભૂકંપ આવી ચુક્યા છે. મોટા ભાગે તેની રિક્ટર સ્કેલ પર તિવ્રતા ૪થી વધારે માપવામા આવી હતી. ભારતમાં ૯ મહિનામાં ૨૪૦ એવા ઝટકા આવ્યા છે, જેની તિવ્રતા ૪ માપવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.