ટ્રેન્ટ બોલ્ટ વિશ્વકપના ઈતિહાસમાં 50 વિકેટ પૂરી કરનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ ફાસ્ટ બોલર
બેંગ્લુરૂ, ન્યૂઝીલેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે વિશ્વકપમાં ઈતિહાસ રચી દીધો છે. શ્રીલંકા વિરુદ્ધ ગુરૂવારે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિશ્વકપ મેચ દરમિયાન કીવી ફાસ્ટ બોલરે એક રેકોર્ટ બનાવ્યો છે. નોંધનીય છે કે ટ્રેન્ટ બોલ્ટ વિશ્વકપના ઈતિહાસમાં ૫૦ વિકેટ પૂરી કરનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે. ટ્રેન્ટ બોલ્ટ આ સાથે વિશ્વ ક્રિકેટના દિગ્ગજ બોલરોના લિસ્ટમાં સામેલ થઈ ગયો છે.
શ્રીલંકા વિરુદ્ધ ગુરૂવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી વિશ્વકપ મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે કુસલ મેન્ડિસને આઉટ કરતા રેકોર્ડ બનાવી દીધો છે. ન્યૂઝીલેન્ડનો સ્ટાર બોલર વિશ્વકપના ઈતિહાસમાં ૫૦ વિકેટ લેનારો છઠ્ઠો બોલર બની ગયો છે. સાથે વિશ્વકપમાં ૫૦ વિકેટ ઝડપનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ બોલર બની ગયો છે.
વનડે વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર ૧. ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા) – ૭૧,૨. મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) – ૬૮,૩. મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા) – ૫૯,૪. લસિથ મલિંગા (શ્રીલંકા) – ૫૬,૫. વસીમ અકરમ (પાકિસ્તાન) – ૫૫,૬. ટ્રેન્ટ બોલ્ટ (ન્યુઝીલેન્ડ) – ૫૨નો સમાવેશ થાય છે.
ન્યૂઝીલેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ડે આ સિવાય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૦૦ વિકેટ પણ પૂરી કરી લીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૦૦ વિકેટ પૂરી કરનાર ન્યૂઝીલેન્ડનો ત્રીજાે બોલર બની ગયો છે. ટ્રેન્ટ બોલ્ટ પહેલા ડેવિયલ વિટોરી અને ટિમ સાઉદી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૦૦ વિકેટ ઝડપી ચુક્યા છે. ટિમ સાઉદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી ૭૩૧ વિકેટ લીધી છે. જ્યારે ડેનિયલ વિટ્ટોરીએ ૭૦૫ વિકેટ ઝડપી હતી. બોલ્ટ અત્યાર સુધી ૬૦૧ વિકેટ લઈ ચુક્યો છે.