ચીખલા સરકારી શાળામાં આદિવાસી બાળકોએ ટેલેન્ટ બતાવ્યું
જાતેજ રોકેટ બનાવીને ચીખલા હેલીપેડ પર ઉડાડ્યા
(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે.આ તાલુકામાં સૌથી વધુ આદિવાસી સમાજ વસવાટ કરે છે.અંબાજી નજીક આવેલા ચીખલા સરકારી પ્રાથમીક શાળામાં ગ્રીન માર્બલ અંબાજી,અંબાજી સ્ટોન ડેકોર પ્રા.લી.અને શ્રી જયંતીલાલ ડાહ્યાભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચીખલા પ્રાથમીક સરકારી શાળા ના ધોરણ ૭ અને ૮ ના બાળકોને
પ્રથમભાઈ આંબળા દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓછા સનસાધનો દ્વારા રોકેટ મોડેલ બનાવવાની રીત વિષે અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.ધોરણ ૭ અને ૮ ના બાળકોની કુલ સંખ્યા પ્રમાણે ૪ – ૪ વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવીને દરેક ગ્રુપ પૈકી એક રોકેટ મોડેલ તૈયાર કરવામાં આવ્યુ હતુ.
આ માટેની સંપુર્ણ સાધન સામગ્રી સંસ્થા દ્વારા અપાઈ હતી,ત્યારબાદ પ્રથમભાઇ ના માર્ગદર્શન હેઠળ બાળકોએ અંદાજે ૩ કલાકમાં શીખીને જાતેજ રોકેટ બનાવ્યા હતા,બાળકોએ બનાવેલા રોકેટ હેલીપેડ ખાતે ઉડાડવામાં આવ્યા હતા,બીરેન જે પટેલ અને જાગૃતિબેન પટેલ સહીત ચીખલા સરકારી શાળાના આચાર્ય ,શિક્ષકો અને ગામના લોકો ખાસ હાજર રહ્યા હતા .રોકેટ બનાવવામાં શાળાના બાળકોને કાગળ સહિત સામગ્રી આપવામાં આવી હતી.
બાળકોએ પહેલા રોકેટ બનાવવાની ટ્રેનીંગ શાળામાં લીધી, ત્યારબાદ બાળકોએ શાળામાં કાગળ સહિતની વસ્તુઓ વડે ૪૦ જેટલા રોકેટ બનાવ્યા, રોકેટ બનાવ્યા બાદ રોકેટ ઉડશે કે નહિ તેની ખાતરી કરવા બાળકો શાળાના સ્ટાફ સાથે ચીખલા હેલિપેડ પર આવ્યા હતા, જ્યાં તેમને પોતે બનાવેલા રોકેટ ઉડાડીને ખુશી વ્યક્ત કરી હતી.