Western Times News

Gujarati News

તૃપ્તિએ રણબીરને ખૂબ જ સપોર્ટિવ કો એક્ટર ગણાવ્યો

મુંબઈ, રણબીર કપૂર સ્ટારર એનિમલની રિલીઝ બાદથી તૃપ્તિ ડિમરી ચારેતરફ વાહવાહી લૂંટી રહી છે. ૨૦૨૩માં ગૂગલથી લઈને ઈંસ્ટાગ્રામ સુધી તૃપ્તિ છવાયેલી રહી. એનિમલમાં ભલે તૃપ્તિની ભૂમિકા નાની રહી હોય, પણ આ નાના એવા રોલના કારણે તે સોશિયલ મીડિયા પર સનસની બનીને છવાઈ ગઈ.

ફિલ્મમાં રણબીપ કપૂર સાથે તેની શાનદાર કેમિસ્ટ્રી અને ઈંટીમેટ સીન્સે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. જેના કારણે તેના ઈંસ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધી ગઈ. ફિલ્મમાં પોતાના જબરદસ્ત પરફોર્મેંસ બાદ હવે ઈન્ટરનેટ માટે તૃÂપ્ત ભારતની નવી નેશનલ ક્રશ બની ચુકી છે અને સોશિયલ મીડિયા પર તેને ભાભી- ૨ કહીને લોકો બોલાવી રહ્યા છે.

ખાસ કરીને તૃપ્તિ પોતાના અને રણબીર કપૂર પર ફિલ્માવેલા ઈંટીમેટ સીનને લઈને સૌથી વધારે ચર્ચામાં છે. જ્યારે તેને પુછવામાં આવ્યું કે, શું તેણે રણબીરને પોતાના આકર્ષણ વિશે બતાવ્યું છે. તો તેણે કહ્યું કે, હું તેની આજુબાજુમાં ખૂબ જ ગભરાતી હતી (હસતા હસતા કહી રહી છે), મેં તેને ફક્ત એટલું જ કહ્યું હતું કે, તે મારો પસંદગીનો એક્ટર છે. તૃÂપ્તએ રણબીરને ખૂબ જ સપોર્ટિવ કો એક્ટર ગણાવ્યો અને તેના ખૂબ વખાણ પણ કર્યા.

ખાસ કરીને સોંગ પહેલી ભી મેંના ઈંટીમેટ સીન્સના શૂટીંગ દરમ્યાન રણબીરનો વ્યવહાર તૃપ્તિને ખૂબ જ પસંદ આવ્યો. અભિનેત્રીએ કહ્યું કે, જ્યારે આપને કો સ્ટાર તમારા પર એટલો વિશ્વાસ કરે છે, આપનું ધ્યાન રાખે છે, તો સાચે જ આપને ખૂબ જ મદદ મળે છે. તમારે આવા સીન્સને કરવા માટે સહજ થવાનું હોય છે.

સંદીપ (રેડ્ડી વાંગા) સર, રણબીર અને ડીઓપીએ મને કહ્યું કે, જ્યારે પણ તમે અનકંફર્ટેબલ હોવ, તો તમારે ફક્ત અમને કહેવાનુ અને અમે ખાતરી આપી છું કે, આપને એવો અનુભવ થવા દઈશું નહીં. તૃÂપ્તએ આગળ કહ્યું કે, આ સત્ય ખૂબ જ જરુરી છે કે, તમે એવા માહોલમાં હોવ જ્યાં લોકો એક વ્યક્તિ તરીકે આપની રિસ્પેક્ટ કરે છે, આપની પસંદનો ખ્યાલ રાખે છે. આ ખાસ ક્ષણમાં તમે શું કરો છો, કેવો અનુભવ કરો છે, તેનું સન્માન કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.