તૃપ્તિ ડિમરી અનુરાગ બાસુની આગામી ફિલ્મમાં જોવા મળશે
મુંબઈ, તૃપ્તિ ડીમરી છેલ્લે કાર્તિક આર્યન સાથે અનીસ બઝમીની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૩’માં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું અને મોટી સફળતા મેળવી હતી.તૃપ્તિ ડિમરી બોલીવુડની જાણીતી એકટ્રેસ માંથી એક છે. તે પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય પોતાની પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે.
તાજેતરમાં અભિનેત્રી અનુરાગ બાસુની ફિલ્મમાંથી બહાર નીકળી જવાને કારણે ચર્ચામાં હતી, જેની પાછળનું કારણ તેની બોલ્ડ ઇમેજ હતી.
જો કે, હવે ફિલ્મ નિર્દેશક અનુરાગ બાસુ એ આ અફવાને વિરામ આપીને સત્યતા જણાવી છે. અહીં જાણો ડિરેક્ટરે શું કહ્યું?અનુરાગ બસુએ સત્ય કહ્યું ‘આ સાચું નથી, તેણે વધુમાં ઉમેર્યું, “તૃપ્તિ ડિમરી પણ આ જાણે છે.” ફિલ્મ નિર્માતા ટૂંક સમયમાં કાર્તિક આર્યન સાથે બીજી રોમેન્ટિક ફિલ્મ શરૂ કરવા માટે તૈયાર છે અને તે આ મહિનાના અંતમાં અથવાફેબ્›આરીમાં ફ્લોર પર જશે.
ફિલ્મ માટે કાસ્ટિંગ હજુ ચાલુ છે. આ દરમિયાન તૃપ્તિ ડિમરી વિશાલ ભારદ્વાજની ‘અર્જુન ઉસ્તારા’ નો પ્રોજેક્ટ લીધો છે. જ્યારે પહેલા આ ફિલ્મમાં કાર્તિક આર્યન પણ જોવા મળશે, હવે તેનું નેતૃત્વ શાહિદ કપૂર કરી રહ્યા છે.તૃપ્તિ ડીમરી છેલ્લે કાર્તિક આર્યન સાથે અનીસ બઝમીની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૩’માં જોવા મળી હતી.
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું અને મોટી સફળતા મેળવી હતી.તૃપ્તિ ડીમરીની આગામી ફિલ્મોમાં રોમેન્ટિક ડ્રામા ‘ધડક ૨’ પણ સામેલ છે, જેમાં તે સિદ્ધાંત ચતુર્વેદી સાથે સ્ક્રીન શેર કરી રહી છે. તાજેતરમાં તૃપ્તિએ ફિલ્મ પર એક મોટું અપડેટ શેર કર્યું હતું, જેમાં જણાવાયું હતું કે શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે.
તેણે તેને એક અલગ અને મોટો પ્રોજેક્ટ પણ ગણાવ્યો હતો. શાઝિયા ઈકબાલ દ્વારા નિર્દેશિત, ‘ધડક ૨’ ઝી સ્ટુડિયો, ધર્મા પ્રોડક્શન્સ અને ક્લાઉડ ૯ પિક્ચર્સ દ્વારા રજૂ કરવામાં આવી છે. ફિલ્મની રિલીઝ માટે કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.SS1MS