તૃપ્તિને અલગ જોનરની ફિલ્મો કરવી છે
મુંબઈ, ફિલ્મ ‘એનિમલ’માં રણબીર કપૂર સાથે કામ કર્યા બાદ તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની ગઈ હતી. હવે કે ૨૦૨૪માં ‘બેડ ન્યુઝ’ સાથે કોમેડી પ્રકારની ફિલ્મમાં હાથ અજમાવવા જઈ રહી છે. સાથે જ સીબીએફસીએ વિકી અને તૃપ્તિના ૨૭ સેકન્ડના ઇન્ટિમેટ સીન સહિત ૩ સીન દૂર કરાવ્યા હોવાથી ફિલ્મ અંગેની ચર્ચા વધી છે.
કોમેડી ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે વાત કરતા તૃપ્તિએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. તૃપ્તિએ કહ્યું,“મેં હંમેશા એવી ફિલ્મોમાં જ કામ કર્યું છે, જેમાં બહુ જ ડ્રામા હોય. પરંતુ મને લાગે છે કે એક કલાકાર તરીકે તમારે અલગ અલગ પ્રકારની ફિલ્મો કરીને તમારી જાતને પડકારતાં રહેવી ખૂબ જરૂરી છે.
મને શરૂઆતથી જ કોમેડી થોડી અઘરી લાગે છે.” આગળ તૃપ્તિએ જણાવ્યું,“એ અઘરું હતું, પણ એકંદરે મારા માટે ઘણો શીખવાલાયક અનુભવ હતો.” તેણે આ ઉપરાંત અલગ અલગ પ્રકારની એક્શન, ડ્રામા, કોમેડી અને વિવિધ પ્રકારની ફિલ્મોમાં કામ કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
તૃપ્તિએ ‘બૅડ ન્યૂઝ’ની ટીમનો પણ આભાર માન્યો હતો. તેણે કહ્યું,“મારા માટે આ કામ અઘરું હતું, કારણ કે મારી સામે વિકી કૌશલ અને એમી વિર્ક જેવા ટેલેન્ટેડ કલાકારો હતા અને તેમનું કોમિક ટાઇમિંગ ઘણું સારું છું.
હું ડિરેક્ટર આનંદ તિવારીની આભારી છું કે તેમણે મારામાં વિશ્વાસ મુક્યો.” આગામી દિવસોમાં કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સાથે તૃપ્તિ ‘ભૂલભુલૈયા ૩’માં જોવા મળશે. આ ઉપરાંત તે ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે શાઝિયા ઇકબાલની ‘ધડક ૨’માં પણ તૃપ્તિ જોવા મળશે.SS1MS