રસ્તામાં રથ વીજળીના હાઈટેન્શન તારને અડી જતાં મોટી દુર્ઘટના
હાઈટેન્શન તાર સાથે રથ અડી જતાં ૬નાં મોત
લોખંડથી બનેલા રથને ભક્તો ખેંચી રહ્યા હતા ત્યારે લોખંડનો રથ રસ્તામાં હાઈટેન્શન તાર સાથે અડી ગયો હતો
ત્રિપુરા, ત્રિપુરામાં એક મોટી દુર્ઘટના બની છે. અહીંના કુમારઘાટમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી. જ્યાં રસ્તામાં વીજળીના હાઈ ટેન્શન વાયર સાથે રથ અથડાઈ ગયો હતો. આ કારણે તેમાં કરંટ ફેલાયો અને આ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. જ્યારે ૧૫ લોકો દાઝી ગયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પીડિતોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. Tripura Rath Yatra Tragedy
આ હૃદયદ્રાવક ઘટના આજે સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે ઉનાકોટી જિલ્લાના કુમારઘાટ ખાતે બની હતી. અહીં ભગવાન જગન્નાથનો ‘ઉલ્ટા રથયાત્રા’ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. જેમાં ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી. લોખંડના બનેલા વિશાળ રથને હજારો લોકો હાથ વડે ખેંચી રહ્યા હતા. દરમિયાન લોખંડનો રથ માર્ગમાંથી બહાર આવતા હાઇ ટેન્શન વીજ વાયર સાથે અથડાયો હતો.
https://twitter.com/iamharshayadav/status/1674063329860485122?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1674063329860485122%7Ctwgr%5E51f4d420e9e6c509a0593426e17eb06225414e12%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gstv.in%2Ftripura-news-6-including-2-children-electrocuted-to-death-during-rath-yatra-in-tripura%2F
રથમાં જાેરદાર કરંટ ફેલાઈ ગયો અને લગભગ બે ડઝન લોકોને વીજ કરંટ લાગ્યા. કરંટ લાગવાથી ૬ લોકોના મોત થયા હતા અને ૧૫ લોકો દાઝી ગયા હતા.ત્રિપુરામાં રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. ત્રિપુરાના કુમારઘાટમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકાળવામાં આવી હતી. આ દરમિયાન રસ્તામાં રથ વીજળીના હાઈટેન્શન તારને અડી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.
આ ઘટનામાં કરંટ લાગવાના કારણે ૬ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૧૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાના કારણે વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા છે.આ દર્દનાક ઘટના ઉનાકોટી જિલ્લાના કુમારઘાટમાં આજે સાંજે સાડા ચાર વાગ્યે બની હતી. અહીં ભગવાન જગન્નાથના ‘ઊંધી રથયાત્રા’નો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો.
આ દરમિયાન ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવામાં આવી હતી. રથયાત્રા પરત ફરતી હતી ત્યારે લોકો લોખંડના બનેલા રથને પોતાના હાથ વડે ખેંચી રહ્યા હતા. ત્યારે તે રસ્તામાંથી બહાર આવતા ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઈ ગયો હતો. જેના કારણે રથમાં કરંટ લાગ્યો હતો અને તેને અડીને ઊભેલા લોકોને જાેરદાર ઝાટકો આવ્યો હતો અને તેઓ દાઝી ગયા હતા.’ss1