કેરળનો એક યુવાન 6 મહિનામાં ત્રણ વખત થયો કોરોના પોઝિટિવ
કેરળ, કેરળના ત્રિશૂરમાં (Trishur Kerala) રહેનારો એક યુવકે વિતેલા છ મહિનામાં ત્રણ વખત કોરોના પોઝિટિવ આવ્યો છે. પાલાવેલિલ સાવિયો જોસેફ 38 પોન્નુક્કરાનો રહેનારો છે. આ કેસમાં હવે સ્વાસ્થ્ય વિભાગ વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યું છે. સાવિયો ઓમાનમાં એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં સુપરવાઈઝર છે.
પહેલી વખત જ્યારે તે કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે તે ત્યાં જ હતો. સાવિયોએ જણાવ્યું કે, મારો એક સહકર્મી ચીન ગયો હતો. ત્યારે તે કોરોના પોઝિટિવ થઈને આવ્યો હતો. તેનાથી મને માર્ચમાં કોરોના આવ્યો હતો. હૃદયમાં દુઃખાવો થયા બાદ મને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને મને મસ્કટની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક સપ્તાહ બાદ મને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
જો કે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે બની શકે છે તે રિઈન્ફેક્શનનો કેસ બોય કે પછી ખોટા રિપોર્ટનો, રાજ્યના વિશેષજ્ઞ કમિટિના પ્રમુખ ડો. બી ઈકબાલે જણાવ્યું છે કે, હાલ વિભાગનું તેનું વિશ્લેષણ કરી રહી છે. સ્વાસ્થ્ય સચિવ રાજન એડ ખોબરાગડેએ કહ્યું કે, આવી રીતના કેસનો રિપોર્ટ ક્યાયથી આવ્યો નથી. તે માટે વિભાગ તેની તપાસ કરી રહી છે.