TRP કૌભાંડ: BARCના રિપોર્ટ બાદ થઈ ગુનાની પુષ્ટી, ત્રણ રીતે થતી હતી Data સાથે છેડછાડ
મુંબઇ: ટીઆરપી કૌભાંડ (TRP SCAM)માં મુંબઇ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ તપાસ અનુસાર ટીઆરપીમાં છેતરપિંડી વર્ષ 2016થી કરવામાં આવી રહી હતી. 2016થી 2019 વચ્ચે ઘરોમાંથી આવતા ડેટામાં સૌથી વધારે છેડછાડ કરવામાં આવતી હતી. મુંબઇ પોલીસે આ વાતનો ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે.
મુંબઇ પોલીસના અધિકારીના જણાવ્યા અનુસાર તેમણે શરૂઆતના પુરાવાના આધાર પર ચાર્જશીટ દાખલ કરી છે. 2016થી 2019ની વચ્ચે TRPના ડેટામાં સૌથી વધારે ફેરફાર તેલગૂ અને અંગ્રેજી ભાષાની ચેનલોના ઍક્સેસને લઇને કરવામાં આવતો હતો.
પોલીસે કહ્યું કે, મજબૂત પુરાવા આવ્યા બાદ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. કેમ કે, કોઈ ખાસ ચેનલની ટીઆરપી વધારે દેખાળવા માટે ડેટાથી લઇને સતત છેડછાડ કરવામાં આવી રહી હતી. પોલીસે આ પણ જણાવ્યું કે, તેમણે આ વર્ષે 6 ઓક્ટોબરના TRPમાં છેડછાડ કેસ નોંધ્યો હતો. તે દરમિયાન તેમને તપાસમાં જણાવા મળ્યું કે, રિપબ્લિક ટીવીને ટીઆરપીમાં નંબર વન બનાવવામાં આવી હતી.