રાજસ્થાનમાં ૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ સ્કૂલ બેલ્ટથી ગળું ટૂંપી હત્યા
ટોક: રાજસ્થાનના ટોંક જિલ્લાથી ખૂબ જ ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. અહીં માત્ર ૬ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની જ સ્કૂલ બેલ્ટથી ગળું ટૂંપીને બાળકીની ક્રૂર હત્યા કરવામાં આવી. માસૂમનું શબ રવિવારે ઝાડીઓમાંથી મળી આવી. ઘટનાની જાણ થતાં જ ગામ લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો. આ ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ પણ ચોંકી ગઈ. પોલસ અધીક્ષક સહતિ અન્ય વરિષ્?ઠ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને શબને પોસ્ટમોર્ટામ માટે મોકલી આપી. પોલીસ તપાસમાં લાગી ગઈ છે.
મળતી જાણકારી મુજબ, ઘટના અલીગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારની છે. દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાની શિકાર બનેલી ૬ વર્ષની બાળકી પોતાના ગામની સરકારી સ્કૂલમાં ભણતી હતી. શનિવારે સ્કૂલમાં કાર્યક્રમ હોવાના કારણે તે સ્કૂલમાં જ હતી. બપોરે લગભગ ૩ વાગ્યા સુધી ઘણી મોટી સંખ્યામાં ગામ લોકો ત્યાં હાજર હતા. ત્યારબાદ માસૂમ ઘરે ન પહોંચી. તેની પર પરિવારે તેને આસપાસમાં શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ભાળ ન મળી.
રવિવારે સવારે ગામ લોકોને ખડલી ગામના મંદિરની પાછળ આવેલી ઝાડીઓમાં માસૂમનો લોહીથી ખરડાયેલો શબ મળ્યો. તેની જાણ થતાં જ વિસ્તારમાં હોબાળો થઈ ગયો અને ત્યાં મોટી સંખ્યામાં ગામ લોકો એકત્ર થઈ ગયા. હત્યારાઓએ માસૂમની હત્યા તેના જ સ્કૂલ બેલ્ટથી ગળું ઘૂંટીને કરી હતી. માસૂમનું ગળું એ રીતે ઘૂંટવામાં આવ્યું કે તેની આંખો પણ બહાર આવી ગઈ હતી. બેલ્ટ તેના ગળામાં જ લપેટાયેલો મળ્યો. ગામ લોકોએ તેની જાણ પોલીસને કરી.
ઘટના વિશે જાણ થતાં જ સ્થાનિક પોલીસ અધિકારીઓ ઉપરાંત એડિશનલ પોલીસ અધીક્ષક વિપિન શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો. પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે ટોંક જિલ્લા મથકે મોકલી આપી. એફએસએલ ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી. પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે પરંતુ હજુ સુધી આરોપીઓની વિશે કોઈ માહિતી મળી નથી. ઘટના બાદ ગામ લોકોમાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે.