ફાર્મા કંપનીઓ પર મસમોટો ટેરિફ ઝીંકવાનું ટ્રમ્પે કર્યું એલાન

નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક આંચકો આપવા જઈ રહ્યા છે. ટ્રમ્પે જાહેરાત કરી કે ટૂંક સમયમાં ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પર ભારે ટેરિફ લાદવામાં આવશે.ટ્રમ્પે કહ્યું કે અમે ફાર્માસ્યુટિકલ્સ પર ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ.
ટૂંક સમયમાં ફાર્મા પર ખૂબ જ ભારે ટેરિફ લાદવામાં આવશે. મારું કામ અમેરિકન સ્વપ્નનું રક્ષણ કરવાનું છે. મારે અમેરિકન નાગરિકોની સુરક્ષા કરવી છે, એ મારું કામ છે.ભારત દ્વારા અમેરિકા કરાતી નિકાસમાં ફાર્માનો કુલ હિસ્સો ૧૧ ટકા છે અને વાર્ષિક આશરે ૭૬૦૦૦ કરોડ રૂપિયાના ફાર્મા ઉત્પાદનની અમેરિકામાં નિકાસ થાય છે.
ભારતીય ફાર્મા કંપનીઓમાંથી ગ્લેન્ડ ફાર્મા તેની કુલ આવકનો ૫૦% હિસ્સો અમેરિકાથી કમાય છે. જ્યારે અરબિંદો ફાર્મા ૪૮%, ડૉ. રેડ્ડીઝ લેબ ૪૭%, ઝાયડસ લાઇફ ૪૬%, લ્યુપિન ૩૭%, સન ફાર્મા ૩૨%, સિપ્લા ૨૯% અને ટોરેન્ટ ફાર્મા ૯% ની આવક અમેરિકા નિકાસ કરીને મેળવે છે.
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય ફાર્મા કંપનીઓની અમેરિકા પર ભારે નિર્ભરતા તેમને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂતી આપે છે. આ પહેલા ટ્રમ્પે ચીન પર ૫૦ ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેના કારણે ચીન પર કુલ ટેરિફ ૧૦૪ ટકા થઈ ગયો છે.
વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મીડિયાને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે ૨ એપ્રિલને અમેરિકા માટે મુક્તિ દિવસ તરીકે ઓળખાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને ઘણા સમયથી આ મુક્તિ દિવસની જરૂર હતી.SS1MS