ટ્રમ્પને જાતીય શોષણ મામલે દોષિત, ૪૧૦ કરોડ રૂપિયાનો દંડ
નવી દિલ્હી, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના ન્યૂયોર્કની એક કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પને જાતીય શોષણના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. ટ્રમ્પને જાતીય સતામણી અને માનહાનિ માટે ૫ મિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે ટ્રમ્પને ૧૯૯૦ના દાયકામાં એક મેગેઝિનના લેખિકા ઈ. જીન કૈરલનું જાતીય શોષણ કરવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવે છે. ટ્રમ્પે પણ અનેક વખત કૈરલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.
કોર્ટે ટ્રમ્પને દોષિત ઠેરવ્યા અને કૈરલને નુકસાની પેટે ૫ મિલિયન ડોલરનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. જાેકે, કોર્ટે ટ્રમ્પને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કૈરલ પર દુષ્કર્મ કરવા માટે દોષિત ઠેરવ્યા નહોતા. જ્યુરીએ કૈરલના દુષ્કર્મના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આ કેસ સિવિલ કોર્ટ સમક્ષ લાવવામાં આવ્યો હતો, ફોજદારી કોર્ટમાં નહીં. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોર્ટના આ ર્નિણયને સાર્વજનિક રીતે અપમાનજનક અને તેમની બદનામીનું કારણ ગણાવ્યું છે. Trump found guilty in sexual harassment case, fined Rs 410 crore
ટ્રમ્પ વિરુદ્ધ આ મામલામાં ૨૫ એપ્રિલથી સુનાવણી શરૂ થઈ હતી અને હવે નવ સભ્યોની જ્યુરીએ ટ્રમ્પને જાતીય શોષણ માટે દોષિત ઠેરવ્યા છે. ટ્રમ્પે કેસની સુનાવણી દરમિયાન પીડિતા કૈરલને અનેકવાર બદનામ કર્યા હતા. તેણે કૈરલના આરોપોને બનાવટી વાર્તા ગણાવી હતી. કૈરલે આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પે ૧૯૯૬માં મેનહટ્ટનના ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં તેમના પર દુષ્કર્મ કર્યું હતું. કૈરલે સૌપ્રથમવાર ૨૦૧૯માં એક પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડઝનથી વધુ મહિલાઓએ ટ્રમ્પ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આવામાં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સના મામલામાં ટ્રમ્પે ઘણી જ નારાજગી દર્શાવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાતીય શોષણના આ મામલાઓને કારણે ટ્રમ્પની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની યોજનાને ફટકો પડી શકે છે.SS1MS