ટ્રમ્પે વિદેશી સહાય પર કાપની જવાબદારી મસ્કને સોંપી

વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા સરકારી ખર્ચમાં કાપ મૂકવા માટે ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળ ડીઓજીઈની રચના કરવામાં આવી છે. વિદેશમાં સેવાકાર્યાેના ખર્ચ મૂકવાની કામગીરી પણ મસ્કને આપતાં ટ્રમ્પે સ્ટેટ ડીપાર્ટમેન્ટના ખર્ચમાં કાપ મૂકવા જેરેમી લેવિનની નિમ ણૂક કરી છે. જેરેમીને અગાઉ યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટને નિષ્ક્રિય કરવાની જવાબદારી સોંપાઈ હતી.
ટ્રમ્પ તંત્ર સાથે સંકળાયેલા ઉચ્ચ પદાધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, જેરેમીની નિમણૂક સાથે ટ્રમ્પ સરકારમાં મસ્કની ટીમને સત્તાવાર રીતે સર્વાેચ્ચ જવાબદારી સોંપવામાં આવી છે.
૨૦૨૪ના વર્ષમાં અમેરિકાએ વિદેશમાં વિકાસ, આરોગ્ય અને માનવતાવાદી કાર્યાે માટે ૫૨ અબજ ડોલરનો ખર્ચ કર્યાે હતો.આ ખર્ચને નહીવત બનાવવાના હેતુથી ટ્રમ્પે મસ્કની ટીમના જેરેમીની નિમણૂક કરી છે.
વિદેશી સહાય તંત્રના વડા પીટ મારોક્કોની અગાઉ ટ્રમ્પે નિમણૂક કરી હતી, પરંતુ તેમની વિદાય પછી આ જવાબદારી જેરેમીને સોંપવામાં આવી છે.
મારોક્કોના કાર્યકાળ દરમિયાન યુએસએઆઈડી હેઠળ થતા ખર્ચ પર કાપ મૂકીને મોટા પાયે સ્ટાફની છટણી કરવામાં આવી હતી. જો કે મારોક્કોને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કાે રુબિનો તથા સંસદ-તંત્રના અગ્રણીઓ સાથે મનમેળ નહીં થતાં તેમને વિદાય અપાઈ હતી.SS1MS