Western Times News

Gujarati News

ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર લાગુ કર્યો રેસિપ્રોક્લ ટેરિફ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરી દીધો છે. રેસિપ્રોકલ ટેરિફની અસર આજે એશિયન શેરબજાર પર જોવા મળી હતી.

મોટાભાગના માર્કેટમાં કડાકો બોલ્યો હતો. ભારતીય શેરબજારમાં પણ મોટો કડાકો બોલવાની શક્યતા છે.ટ્રમ્પ દ્વારા આજના દિવસને લિબ્રેશન ડે નામ આપવામાં આવ્યું છે. તેમણે જાહેરાત કરતા જણાવ્યું કે, નવા ટેરિફ રેટ પ્રમાણે અમેરિકા ચીન પાસેથી ૩૪ ટકા, યુરોપિયન યુનિયન પાસેથી ૨૦ ટકા, જાપાન પાસેથી ૨૪ ટકા અને ભારત પાસેથી ૨૬ ટકા રેસિપ્રોકલ ટેરિફ વસૂલ કરશે.

ભારત પર ૨૬ ટકા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યાની જાહેરાત બાદ અમેરિકાના કોમર્સ સેક્રેટરીને આ અંગે પૂછવામાં આવતાં તેમણે કંઈ કહેવાનું ટાળ્યું હતું.રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત સાથે જ એશિયન બજારોમાં હડકંપ મચી ગયો હતો. જાપાનનું શેરબજાર ઊંધા માથે પછડાયું હતું.

રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત બાદ જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૪ ટકાથી વધૂ તૂટ્યો હતો. નિક્કઈ ઈન્ડેક્સ ૪.૬ ટકા તૂટીને આઠ મહિનાના નીચલા સ્તર ૩૪૧૦૨ પર પહોંચી ગયો હતો. જાપાન પર અમેરિકાએ ૨૪ ટકા ટેરિફ લગાવ્યો છે.જાપાન ઉપરાંત દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ખુલતાની સાથે જ ૩ ટકા તૂટ્યો હતો.

હોંગકોંગનો હેંગ સેંગ ઈન્ડેક્સ તેના ગત બંધ મુકાબલાની તુલનામાં તૂટીને ૨૩૦૯૪ પર આવી ગયો હતો. આૅસ્ટ્રેલિયાનો એસએન્ડપી-એએસએક્સ ૨૦૦ પણ ૧.૫૫ ટકા ગબડ્યો હતો.ભારતીય શેરબજાર પર પણ આજે ટ્રમ્પના રેસિપ્રોક્લ ટેરિફ લાગુ કરવાની અસર જોવા મળી શકે છે.

ઓટો, આઈટી, ફાર્મા સ્ટોક પર સૌથી વધુ અસર જોવા મળી શકે છે. ટ્રમ્પે લગાવેલા ટેરિફથી સૌથી વધુ અસર ફાર્મા સેક્ટર પર પડી શકે છે. આઈટી સેક્ટરને પણ અસર થઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.