Western Times News

Gujarati News

ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિ પર અકળાયા ઝેલેન્સ્કી પર યુદ્ધ લાંબુ ખેંચવાનો આક્ષેપ

નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલાં યુદ્ધનો અંત લાવવા પ્રયાસ કરી રહ્યાં છે.

યુદ્ધવિરામના તેમના પ્રયાસોના ધાર્યા પરિણામો નહીં મળવાથી રોષે ભરાયેલાં ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી યુદ્ધ લાંબુ ખેંચી રહ્યાં છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે, ક્રિમીયાને રશિયાને સોંપી દેવાના શાંતિ પ્રસ્તાવ મુદ્દે પીછેહટ કરી ઝેલેન્સ્કીએ યુદ્ધ લંબાવ્યું છે. લંડનમાં બુધવારે અમેરિકા, યુરોપ અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે યોજાનારી બેઠક અગાઉ ઝેલેન્સ્કીએ યુદ્ધવિરામ માટેના પ્રસ્તાવ હેઠળ રશિયાને કોઈ પ્રદેશ આપવાની શક્યતા ફગાવી દીધી હતી.

દરમિયાનમાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા માટે બુધવારે લંડનમાં યોજાનારી ઉચ્ચસ્તરીય બેઠક છેલ્લી ઘડીએ પડતી મુકાઈ હતી. યુદ્ધવિરામની મંત્રણાના પ્રયાસોમાં કોઈ પ્રગતિ નહીં જણાતાં અમેરિકા, બ્રિટન, ળાન્સ તથા યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે યોજાનારી આ બેઠક રદ્દ કરાઈ હતી.

બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, બુધવારની આ બેઠકમાં માત્ર પ્રાથમિક સ્તરના અધિકારીઓ હાજર રહેશે. ટ્રમ્પે ટનારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રશિયા સાથેની શાંતિ મંત્રણામાં આ નિવેદન અત્યંત નુકસાનકારક છે.

રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના શાસનકાળ દરમિયાન વર્ષાે અગાઉ યુક્રેને ક્રિમીયા ગુમાવી દીધું હતું અને હાલમાં તે ચર્ચાનો કોઈ મુદ્દો જ નથી. ક્રિમીયાને રશિયન પ્રદેશ તરીકે માન્યતા આપવા ઝેલેન્સ્કીને કોઈ નથી કહેતું, પરંતુ જો તેમને ક્રિમીયા જોઈતું હતું તો ૧૧ વર્ષ અગાઉ જ્યારે એક પણ ગોળી ચલાવ્યાં વિના તેને રશિયાને સોંપી દેવાયું ત્યારે તેમણે તેના માટે કેમ લડત નહોતી આપી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.