મરજીથી અમેરિકા છોડનારાઓને ટ્રમ્પની એર ટિકિટ, સ્ટાઈપેન્ડ આપવાની ઓફર

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજીવાર શપથ લેતા જ ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકામાંથી કાઢી મૂકવા માટે આકરાં નિર્ણયો લીધા છે.
જોકે, હવે ટ્રમ્પ ગેરકાયદે પ્રવાસીઓ પર નરમ વલણ અપનાવીને એક મહત્વની જાહેરાત કરી છે. તાજેતરમાં ‘અમેરિકા છોડો અભિયાન’ અંતર્ગત ગેરકાયદે રહેતા લોકો સ્વેચ્છાએ અમેરિકા છોડશે તો તેમના માટે સરકાર સ્ટાઈપેન્ડ, વિમાન ટિકિટ અને આર્થિક સહાય પણ આપશે. અમેરિકાની સરકાર જલદી જ ગેરકાયદે પ્રવાસીઓને પોતાની મરજીથી અમેરિકા છોડવા માટે પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે એક નવી યોજના શરુ કરશે.
એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે, તેમની સરકાર સેલ્ફ ડિપોર્ટ માટે તૈયાર લોકોને વિમાન યાત્રાની ટિકિટનો ખર્ચ, સ્ટાઈપેન્ડ અને અન્ય નાણાકીય સહાય આપશે. આ દરમિયાન ટ્રમ્પ સરકાર પ્રવાસીઓને સેલ્ફ ડિપોર્ટ કરવા માટે પ્રેરિત કરી રહી છે અને આ પ્રક્રિયાને સુવિધાજનક બનાવવા માટે એક એપ પણ લોન્ચ કર્યું છે.
આ એપ દસ્તાવેજ વગરના પ્રવાસીઓને પોતાની મરજીથી દેશ છોડવાના પોતાના ઈરાદાની જાહેરાત કરવાનો મોકો આપે છે. ત્યાર પછી આગળની પ્રક્રિયા શરુ થાય છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના કહેવા મુજબ આ યોજનાનો ઉદ્દેશ્ય ગંભીર ગુનાહિત રેકોર્ડ ધરાવતા વ્યક્તિઓને ડિપોર્ટ કરવા પર ધ્યાન આપવાનો છે.
ટ્રમ્પે ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, અમે સ્ટાઈપેન્ડ આપીશું. કેટલાક પૈસા અને હવાઈ ટિકિટ પણ આપીશું. પછી એ ગેરકાયદે પ્રવાસીઓ સારા છે અને જો એ પરત(અમેરિકા) આવવા ઈચ્છે છે તો અમે જલદીથી જલદી પરત લાવવા માટે કામ કરીશુ.SS1MS