કેનેડાના સ્ટીલ, એલ્યુમિનિયમ પર ૫૦% ટેરિફ લાદવાનો ટ્રમ્પનો આદેશ

વોશિંગ્ટન, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાની એલ્યુમિનિયમ અને સ્ટીલની આયાતો પરની ટેરિફને બમણી કરવાની જાહેરાત કરી હતી.
અમેરિકાના ત્રણ રાજ્યો પર વીજળી સરચાર્જ લાદવાના કેનેડાના નિર્ણયને પગલે ટ્રમ્પ રોષે ભરાયા હતાં અને વળતા પગલાં લઇને ટેરિફને સીધી ૨૫ ટકા વધારી ૫૦ ટકા કરવાની જાહેરાત કરી હતી.
આ ટેરિફનો ૧૨ માર્ચથી અમલ થશે. ટ્›થ સોશિયલ પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું મેં મારા વાણિજ્ય પ્રધાનને સૂચના આપી છે કે કેનેડાથી અમેરિકામાં આવતા તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફને ૨૫%થી વધારીને ૫૦% કરવામાં આવે છે.
કેનેડાનો વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાં સમાવેશ થાય છે. યુએસ પ્રેસિડન્ટે કેનેડાને વિવિધ યુએસ ડેરી પ્રોડક્ટ્સ પર ૨૫૦%થી ૩૯૦% ટકા સુધીની અમેરિકન વિરોધી ખેડૂત ટેરિફને તાત્કાલિક ઘટાડવાની તાકીદ કરી હતી. આ ટેરિફ લાંબા સમયથી ઉશ્કેરણીજનક છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ કેનેડાના સરચાર્જથી જોખમ ઊભું થવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં વીજળીની નેશનલ ઇમર્જન્સી જાહેર કરશે. તેનાથી કેનેડા તરફથી આ અપમાનજનક ધમકીને દૂર કરવા માટે જે કરવાનું છે તે ઝડપથી કરી શકશે.
યુએસ પ્રમુખે વધુમાં ચેતવણી આપી હતી કે જો કેનેડા બીજી ટેરિફ પણ ઘટાડશે નહીં, તો તેઓ ૨ એપ્રિલથી યુ.એસ.માં આવતી કાર પરની ટેરિફમાં ધરખમ વધારો કરશે. તેનાથી કેનેડામાં ઓટોમોબાઈલ મેન્યુફેક્ટરિંગ બિઝનેસ કાયમી ધોરણે બંધ થશે.SS1MS