ખર્ચ ઘટાડવા ટ્રમ્પની ૯૦,૦૦૦ જેટલા સૈનિકોની છટણીની યોજના

વોશિંગ્ટન, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર પ્રમુખ બન્યા પછી કેટલાક આકરા નિર્ણયો લઈ રહ્યા છે. આ અંતર્ગત સરકારના કેટલાક વિભાગો બંધ કરવા અને ફેડરલ કર્મચારીઓને છૂટા કરવાની બાબત સામેલ છે.
ટ્રમ્પે સરકારી ખર્ચાઓ ઓછા કરવા માટ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિઅન્સી એટલે ડીઓજીઈની રચના કરી હતી. યુએસએઆઈડી, શિક્ષણ વિભાગ અને આરોગ્ય જેવા વિભાગોના હજારો કર્મચારીઓને છૂટા કર્યા પછી હવે ટ્રમ્પ સરકાર અમેરિકાની સેનામાંથી પણ સૈનિકોની સંખ્યા ઘટાડવાની યોજના બનાવી રહી છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા સંરક્ષણ વિભાગમાંથી લગભગ ૯૦ હજાર સૈનિકોને સૈન્ય દળોમાંથી છૂટા કરી શકે છે. મિલિટરી ડોટ કોમે શુક્રવારે પોતાના રિપોર્ટમાં આ વાતનો દાવો કર્યાે છે, જેમાં ત્રણ સૈન્ય અધિકારીઓ હવાલાથી કહેવામાં આવ્યું છે કે સૈન્ય દળોની વર્તમાન ક્ષમતાને ઓછી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની સેનામાં ૪,૫૦,૦૦૦ સૈનિકો સક્રિયપણે જોડાયેલા છે.
આ સંભવિત ઘટાડા પછી આ સંખ્યા ૩૬૦૦૦૦થી ૪૨૦૦૦૦ થઈ જશે. આ પહેલા ડીઓજીઈની સાથે તાલ મિલાવીને અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે પેન્ટાગોનને ફાલતું ખર્ચ ઓછા કરવા અને બજેટમાં આઠ ટકાનો કાપ કરવાની યોજના તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.
અમેરિકાના સંરક્ષણ બજેટની વાત કરીએ તો – નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે લગભગ ૮૪૯.૮ બિલિયન ડોલર બજેટ રહેવાનો અંદાજ હતો. આ રિપોર્ટ પ્રમાણે મધ્ય-પૂર્વના દેશો અને આળિકામાં અમેરિકાની ઘટી રહેલી ઉપસ્થિતિની વચ્ચે આ પ્રકારની ચર્ચા થઈ રહી છે. જોકે, ચીનનો સામનો કરવા માટે અમેરિકા ઈન્ડો-પેસિફિકમાં પોતાની ઉપસ્થિતિ વધારવાની કોશિશ પણ કરી રહ્યું છે.SS1MS