ટ્રમ્પના ટેરિફથી ખળભળાટઃ સોનાએ બનાવ્યો રેકોર્ડ: ચાંદીમાં ઘટાડો

પ્રતિકાત્મક
(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો સામે પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર પણ સોનાના ભાવમાં થોડો વધારો થયો હતો.
ટ્રેડ વોરના ખતરા વચ્ચે સલામત રોકાણોની વધતી માંગ વચ્ચે એમસીએક્સ પર સોનાના ભાવ ૯૦,૭૨૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામથી વધીને ૯૧,૨૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ખુલ્યા. બાદમાં એમસીએક્સ પર ટ્રેડિંગ દરમિયાન સોનાનો ભાવ ૯૧,૪૨૩ રૂપિયાના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો
જોકે, આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવ ૯૯,૭૫૩ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૯૯,૬૫૮ રૂપિયા પ્રતિ કિલો પર ખુલ્યા હતા.
સવારે ૯ઃ૧૦ વાગ્યે એમસીએક્સ પર સોનાનો ભાવ ૫૫૭ રૂપિયા અથવા ૦.૬૧ ટકા વધીને ૯૧,૨૮૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સ્ઝ્રઠ પર ચાંદીનો ભાવ ૧,૫૬૧ રૂપિયા અથવા ૧.૫૬ ટકાના ઘટાડા સાથે ૯૮,૧૯૨ રૂપિયા પ્રતિ કિલો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાનો ભાવ રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આજે શરૂઆતના કારોબારમાં હાજર સોનાનો ભાવ ૦.૪ ટકા વધીને ૩,૧૪૫.૯૩ ડોલર પ્રતિ ઔં સ થયો હતો, જે ૩,૧૬૭.૫૭ ડોલરના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યાે હતો. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ ૦.૧ ટકા વધીને ૩,૧૭૦.૭૦ ડોલર પર પહોંચ્યા હતા.
બુલિયન બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, શેરબજારોમાં ઘટાડાની વચ્ચે વૈકલ્પિક રોકાણની મજબૂત માંગને કારણે વિદેશી બજારોમાં સોનાના ભાવમાં વધારો થવાને કારણે બિઝનેસ સેન્ટિમેન્ટ મજબૂત રહ્યું હતું. જેના કારણે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે.