વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સત્તા છીનવી લેવાની ટ્રમ્પની ધમકી

નવી દિલ્હી, વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી માટેની સરકારી ગ્રાન્ટ રદ કર્યા પછી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે આ યુનિવર્સિટીની ધમકી આપી છે કે જો તે વિદેશી વિદ્યાર્થીઓની ગેરકાયદે અને હિંસક પ્રવૃત્તિઓ અંગેની વિગતવાર માહિતી નહીં આપે તો તેની વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સત્તા છીનવી લેવામાં આવશે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે બુધવારે એક આકરો પત્ર લખીને જણાવ્યું હતું કે યુનિવર્સિટી ૩૦ એપ્રિલ સુધીમાં તેના કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓની ગેરકાયદે અને હિંસક પ્રવૃત્તિઓની વિગતવાર આપી આપે. જો યુનિવર્સિટી આ માહિતી નહીં આપે તો સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિતિટર પ્રોગ્રામ પ્રમાણપત્ર ગુમાવવું પડશે. તેમણે જણાવ્યું હતું કે હાર્વર્ડનું મેનેજમેન્ટ કરોડરજ્જુહીન છે.
તે યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ સામે ઘૂંટણિયે પડી રહ્યું છે. તે ઉગ્રવાદી હિંસાને પ્રોતસાહન આપે છે અને આપણી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે. તેના કેમ્પસ અને ક્લાસરૂમમાં અમેરિકા વિરોધી અને હમાસ તરફી વિચારધારાનું તેર ફેલાવામાં આવે છે અને ઉચ્ચ શિક્ષણની ટોચની સંસ્થા તરીકે હાર્વર્ડનું સ્થાન હવે દૂરની યાદ બની ગયું છે.
નોએમે યુનિવર્સિટી માટેના ૨૭ લાખ ડોલરની કુલ બે ગ્રાન્ટને રદ કરવાની પણ જાહેરાત કરી હતી. જોકે હાર્વર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી નોએમના ગ્રાન્ટ રદ કરવા અને વિદેશી વિદ્યાર્થી વિતાની ચકાસણી અંગેના પત્રથી વાકેફ છે. યુનિવર્સિટી પોતાની સ્વતંત્રતા અને બંધારણીય અધિકારો સાથે સમાધાન ન કરવા માટે મક્કમ છે.SS1MS