બંધકોને છોડી મુકો, નહીં તો મિડલ ઈસ્ટમાં વિનાશ: ટ્રમ્પની હમાસને ચેતવણી
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસને ૨૦ જાન્યુઆરી પહેલા બંધકોને મુક્ત કરવાની ચેતવણી આપી છે. મંગળવારે મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે જો ૨૦ જાન્યુઆરી પહેલા ઇઝરાયલમાંથી અપહરણ કરાયેલ બંધકોને છોડવામાં નહીં આવે તો તે હમાસ માટે સારું નહીં હોય. સાચુ કહું તો તે કોઈના માટે સારું નહીં હોય.
ટ્રમ્પે હમાસને ઘણી વખત બંધકોને મુક્ત કરવા કહ્યું છે. ૨૦ જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ૪૭માં રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. કતારમાં બંધકોને મુક્ત કરવા મામલે ઇઝરાયલ અને હમાસની લીડરશિપ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ટ્રમ્પે વધુમાં કહ્યું કે બંધકોને ઘણા સમય પહેલા મુક્ત કરી દેવા જોઈતા હતા.
૭ ઓક્ટોબરનો હુમલો થવો જોઈતો નહોતો. લોકો તેને ભૂલી જાય છે, પરંતુ તે થયો અને ઘણા લોકો મૃત્યુ પામ્યા. મને ઇઝરાયલ અને અન્ય જગ્યાએ બંધકોના પરિવારો તરફથી ફોન આવી રહ્યા છે. લોકો મને તેમના પ્રિયજનોને હમાસની કેદમાંથી મુક્ત કરાવવા માટે અપીલ કરી રહ્યા છે. હમાસે કેટલાક અમેરિકનોને પણ કેદ કર્યા છે. લોકો રડતા રડતા મારી પાસે આવે છે અને કહે છે-
શું હું તેમના બાળકોના મૃતદેહ પરત લાવી શકું? તેઓએ એક ૧૯-૨૦ વર્ષની છોકરીને કારમાંથી એવી રીતે ફેંકી કે જાણે તે બટાકાની બોરી હોય. હાલમાં જ ટ્રમ્પના સ્પેશિયલ દૂત સ્ટીવન ચાર્લ્સ વિટકોફ મિડલ ઈસ્ટથી પરત ફર્યા છે. તેમણે મીડિયાને કહ્યું કે બંધકોની મુક્તિમાં વિલંબ કયા કારણોસર થયો તે અંગે હું વાત કરવા માંગતો નથી. નેગેટિવ હોવાનો કોઈ અર્થ નથી.
હું વધારે કંઈ કહેવા માંગતો નથી, કારણ કે મને લાગે છે કે કતારમાં સારું કામ થઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે હું કાલે દોહા પરત જવા માટે નીકળી રહ્યો છું. પરંતુ મને લાગે છે કે અમે આ મામલાનો સારો ડેવલપ કર્યો છે.
મને આશા છે કે ટ્રમ્પના શપથ ગ્રહણ કરતા પહેલા અમારી પાસે કેટલાક સારા સમાચાર હશે જેને ટ્રમ્પ જાહેર કરશે. કતારમાં ગયા શુક્રવારથી હમાસ અને ઇઝરાયલ વચ્ચે બંધકોને મુક્ત કરવાને લઈને વાતચીત ચાલી રહી છે. રવિવારે, હમાસે કહ્યું કે તે એક્સચેન્જ ડીલના ફર્સ્ટ ફેઝમાં ૩૪ બંધકોને મુક્ત કરશે. જેમાં તમામ મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને બીમાર કેદીઓનો સામેલ છે.
ભલે તેઓ જીવિત હોય કે મૃત. ૭ આૅક્ટોબર, ૨૦૨૩ના રોજ હમાસે ગાઝા સરહદે ઘણા ઇઝરાયલના વિસ્તારો પર હુમલો કર્યો અને ૨૫૪ લોકોને બંધક બનાવ્યા. અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ૧૦૦ જેટલા લોકો હજુ પણ હમાસની કેદમાં છે.
ઇઝરાયલની સેનાએ ૩૪ લોકોની હત્યાની પુષ્ટિ કરી છે. હમાસ રવિવારે ઇઝરાયલના બંધકોને મુક્ત કરવા માટે સંમત થયું છે. ન્યૂઝ એજન્સી એએફપી મુજબ, હમાસ એક્સચેન્જ ડીલના પ્રથમ ફેઝમાં ૩૪ બંધકોને મુક્ત કરશે. જેમાં તમામ મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને બીમાર કેદીઓનો સામેલ છે. ભલે તેઓ જીવિત હોય કે મૃત.