અમેરિકા સ્વૈચ્છિક સંસ્થા USAID બંધ કરશે તો ભારત પર શું અસર થશે?
ટ્રમ્પ હવે ૧૦૦થી વધુ દેશમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા USAIDને બંધ કરશે
(એજન્સી)વોશિંગ્ટન, વિશ્વના અનેક દેશોમાં માનવતાવાદી કાર્યાે માટે અમેરિકન સરકાર દ્વારા અબજો ડોલરનું ફંડ આપવામાં આવે છે. ૧૦૦થી વધુ દેશમાં સેવા કાર્યાે માટે અમેરિકન સરકારના અબજો ડોલરનો વહીવટ કરતી સ્વૈચ્છિક સંસ્થા યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટને તાળાં મારવાનો નિર્ણય ટ્રમ્પ સરકારે લીધો છે. USA Donald Trump will now close USAID, a voluntary organization operating in more than 100 countries
ટ્રમ્પ સરકારના સલાહકાર એલન મસ્કે જણાવ્યું હતું કે, આ સંસ્થામાં વ્યાપક સડો થયેલો છે અને તેમાં સુધારો લાવવાનું અશક્ય છે. આ બાબતે પ્રમુખ ટ્રમ્પ સાથે ચર્ચા થઈ હતી અને તેઓ યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટને બંધ કરવા સંમત થયાં છે. વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં વિકાસ અને સખાવતના કાર્યાે સાથે સુરક્ષા સહાય પૂરી પાડવા માટે અમેરિકન સરકાર દ્વારા અબજો ડોલરની સહાય આપવામાં આવે છે.
આ સહાયનો વહીવટ યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવતો હતો. સંસ્થા દ્વારા ફંડનો દુરુપયોગ થઈ રહ્યો હોવાની આશંકાના પગલે ટ્રમ્પ તંત્ર દ્વારા તમામ સહાય અટકાવી દેવામાં આવી હતી અને એકાઉન્ટ્સ ળિઝ કરી દેવાયા હતા. આ સંસ્થા પર કટ્ટરવાદીઓએ કબજો જમાવ્યો હોવાનું પ્રમુખ ટ્રમ્પે રવિવારે જણાવ્યું હતું.