ટ્રમ્પે બે યુનિ.ની ૧.૮ અબજ ડોલરની સહાય અટકાવી

વોશિંગ્ટન, અમેરિકામાં નાગરિક અધિકારોના ભંગના મામલા અંગે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે બે યુનિવર્સિટીઓ સામે આકરી કાર્યવાહી કરી છે.
વ્હાઇટ હાઉસના કહેવા મુજબ કોર્નેલ યુનિવર્સિટીની એક બિલિયન ડોલરથી વધુની અને નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની લગભગ ૭૯૦ મિલિયન ડોલરની ફેડરલ ગ્રાન્ટ રોકી દીધી છે. આ બંને યુનિવર્સિટીઓમાં કથિત રીતે નાગરિક અધિકારીઓના ભંગ મામલે તપાસ ચાલી રહી છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય એજન્ડાના અનુપાલન કરવા માટે મુખ્ય આ બંને શૈક્ષણિક સંસ્થાઓ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરવાના વ્યાપક પ્રયાસનો હિસ્સો છે.વ્હાઈટ હાઉસે આર્થિક સહાય રોકવાના નિર્ણયની પુષ્ટિ કરી છે.
પરંતુ આ સંદર્ભમાં વધુ કોઈ માહિતી આપવામાં આવી નથી કે એમાં શું સામેલ છે કે યુનિવર્સિટીઓને આપવામાં આવતા કયા પ્રકારની ગ્રાન્ટને અસર થશે. આ પહેલાં કોલંબિયા અને પેન્સિલવેનિયા યુનિવર્સિટી સહિત કેટલીક શૈક્ષણિક સંસ્થાઓની આર્થિક સહાયમાં કાપ મુકાયો હતો.SS1MS