યુક્રેનના રાષ્ટ્રપતિની ટ્રમ્પની મુલાકાત પછી પત્ર લખી શું જણાવ્યુ?

(એજન્સી)ઝેલેન્સ્કી, થોડા દિવસે પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી વચ્ચે અમેરિકામાં મુલાકાત થઈ હતી, જેમાં બંને નેતાઓ વચ્ચે ઉગ્ર દલીલ થવાની ઘટના વિશ્વભરમાં ચર્ચાઈ હતી.
ટ્રમ્પ-ઝેલેન્સ્કીની રકઝકે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું હતું અને આ વિવાદ મુદ્દે ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકાફે દાવો કર્યો છે કે, ‘ઝેલેન્સ્કીએ ટ્રમ્પ સમક્ષ આજીજી કરી છે અને તેમણે પત્ર લખીને માફી માંગી છે.’
વિટકાફે કહ્યું કે, ‘ઝેલેન્સ્કીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને એક પત્ર મોકલ્યો છે. તેમણે પત્રમાં ઓવલ ઓફિસમાં બનેલી ઘટના અંગે માફી માંગી છે. આ મુદ્દે અમારી ટીમ, યુક્રેનીઓ અને યુરોપીય લોકો વચ્ચે ઘણી ચર્ચા થઈ છે.’ વિટકાફે ઝેલેન્સ્કીના નિર્ણયને મહત્ત્વનું પગલું ગણાવ્યું છે.
ઝેલેન્સ્કીએ ટ્રમ્પને પત્ર મોકલ્યો, ઓવલની ઘટના અંગે માફી માંગી
વિટકાફે પહેલા ખુદ ટ્રમ્પે અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ‘અમેરિકા-યુક્રેન વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસ હેતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી દ્વારા મને એક પત્ર મળ્યો છે. હું તેમના પત્રની પ્રશંસા કરું છું.’
ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ૨૮ ફેબ્રુઆરીએ કેમેરા સામે બોલાચાલી થઈ હતી. આ મામલો એ હદ સુધી પહોંચ્યો કે ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસ છોડવાનું પણ કહેવામાં આવ્યું. ચર્ચા દરમિયાન ટ્રમ્પનું તીક્ષ્ણ વલણ સ્પષ્ટ દેખાતું હતું. તેમણે ખનિજ સોદા માટે યુક્રેન પર દબાણ કર્યું અને કહ્યું કે, ‘કાં તો તમે સોદો કરો અથવા અમે (શાંતિ પ્રક્રિયામાંથી) બહાર થઈ જઈશું.’
ઓવલ આૅફિસમાં એક બેઠક દરમિયાન ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકી પર પ્રહાર કરતાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, ‘યુક્રેનના પ્રમુખનો નિર્ણય ત્રીજા વિશ્વયુદ્ધને વેગ આપી શકે છે.