Western Times News

Gujarati News

ભારતીયો પર ૫% રેમિટન્સ ટેક્સનો બોજ લાદતું ટ્રમ્પનું બિલ પસાર

નવી દિલ્હી, અમેરિકામાં વસતા ભારતીય સહિતના વિદેશી નાગરિકોને અસર કરે તેવું એક મલ્ટિ-ટ્રિલિયન ડોલર ટેક્સ બ્રેક્સ પેકેજ તથા રેમિટન્સ પર પાંચ ટકા ટેક્સ લાદતું બિલ અમેરિકન સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવ્સ)માં પસાર થયું છે.

જોકે આ બિલ ૨૧૫ વિરુદ્ધ ૨૧૪ની અત્યંત પાતળી સરસાઈથી જ પસાર થયું હોવાને કારણે તેને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જીત તરીકે નથી જોવાઈ રહ્યું. ટ્‌મ્પના પક્ષ રિપબ્લિકન્સના જ બે સાંસદો બિલનો વિરોધ કરવા ડેમોક્રેટસ સાથે જોડાયા હતા. ‘વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ’ શીર્ષક તરીકે જાણીતા આ બિલમાં ટેક્સ કાપ અને ઇમીગ્રેશનને લગતી આકરી જોગવાઇઓ સામેલ કરાઇ છે.

આ બિલને પસાર કરવામાં ટ્રમ્પ અને તેમના સાંસદોને આકરી કસોટીનો સામનો કરવો પડ્યો છે. હવે આ બિલ સેનેટમાં જશે. જેની પાસે બિલની જોગવાઇઓને મંજૂર કરવા કે તેમાં ફેરફારની સત્તા રહેશે.

જોકે ટ્રમ્પના સાથીઓએ આ બિલ પસાર થવાને એક જીત તરીકે જોઇ રહ્યા છે અને તેમણે ઉજવણી પણ કરી હતી. આ કાયદો ૨૦૧૭ માં તેમના પ્રથમ વહીવટ દરમિયાન પસાર થયેલા ટૂંક સમયમાં સમાપ્ત થનારા કર કાપની જોગવાઇઓનો કાર્યકાળ વધારી દેશે. આ બિલની જોગવાઇ મુજબ ઓવરટાઇમ વર્ક અને ટિપ્સ પર વેરાને કામચલાઉ રીતે નાબૂદ કરે છે.

ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આ બન્ને વચનો આપ્યા હતા. આ ઉપરાંત આ બિલમાં ખર્ચમાં નોંધપાત્ર કાપ મુકવામાં આવ્યો છે. જેમાં ઓછી આવક ધરાવતા અમેરિકનો માટે મેડિકેડ હેલ્થકેર પ્રોગ્રામ તેમજ ૪.૨ કરોડથી વધુ અમેરિકનો દ્વારા ઉપયોગમાં લેવાતા ફૂડ સહાય કાર્યક્રમ સ્નેપનો સમાવેશ થાય છે.

જોકે રિપબ્લકનોમાં જ આ મામલે ભારે વિરોધ હતો. જોકે ટ્‌મ્પે ખાનગીમાં સાંસદોને દબાણપૂર્વક સમજાવી દીધું કે તેઓ તેમના વાંધાઓ બાજુએ મુકી દે અથવા પરિણામો માટે તૈયાર રહે. ડેમોક્રેટ્‌સે બિલનો આકરો વિરોધ કર્યાે હતો અને ચેતવણી આપી હતી કે કાપને કારણે ઓછી આવક ધરાવતાં કરોડો અમેરિકનોને વધુ નકસાન કરશે.

ન્યૂયોર્કના એક ડેમોક્રેટ્‌સ માઇનોરિટી લીડર હકીમ જેફરીઝે જણાવ્યું હતું કે ‘આનાથી બાળકોને અસર થશે. ન‹સગ હોમ કેસ અને હોમ કેર માટે મેડિકેડ પર આધાર રાખવા વૃદ્ધ અમેરિકનોનું જીવન દુશ્કર બનશે.’

જોકે, આ કાયદાથી આગામી નાણાકીય વર્ષમાં યુએસના દેવામાં ઇં૫.૨ ટ્રિલિયન (ળ૩.૯ ટ્રિલિયન)નો ઉમેરો થવાનો અને બજેટ ખાધમાં લગભગ ઇં૬૦૦ બિલિયનનો વધારો થવાનો અંદાજ છે.સાંસદોને મતદાન કરવાનું કહેવાયું તેના થોડાક કલાકો અગાઉ જ ૧,૦૦૦થી વધુ પાનાનો લેન્થી દસ્તાવેજ જારી કરાયો હતો.

એનો મતલબ એમ થયો કે તેમાં અન્ય જોગવાઇઓ સામેલ થઇ શકે છે અને હજી કેટલીક બાબતો શોધવાની જ બાકી છે. સેનેટને પણ બિલને મંજૂરી આપવી પડશે. જોકે તે પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કરી શકે છે.

જો ત્યાં સાંસદોમાં આવી જ સ્થિતિ રહી તો ફરીથી વધુ એક હાઇ-સ્ટેક્સ મતદાન માટે ગૃહમાં પાછો ફરશે. જેમાં ખોટું થવાની સંભાવના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.