યુએસમાં ટ્રક ચલાવવા અંગ્રેજી આવડવું ફરજિયાત: ટ્રમ્પનો નવો આદેશ

વોશિંગ્ટન, યુએસના પ્રમુખ તરીકે સત્તાનું સુકાન સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ચૂંટણી વચનો પૂરા કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. આ માટે ટ્રમ્પ દરરોજ નવા આદેશો પસાર કરી રહ્યા છે. ટ્રમ્પે હવે ટ્રંક ડ્રાઇવરો અંગે એક આદેશ આપ્યો છે, જેનાથી લાખો ડ્રાઇવરોની ઊંઘ ઉડી ગઈ છે.
ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં અમેરિકામાં ટ્રક ડ્રાઇવરો માટે અંગ્રેજી ભાષા ફરજિયાત બનાવવામાં આવી છે.‘અમેરિકાના ટ્રક ડ્રાઇવર્સ માટે રોડના કોમનસેન્સ રૂલ્સનો અમલ’ નામના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકાના ટ્રક ડ્રાઇવરો દેશની અર્થવ્યવસ્થા, તેની સુરક્ષા અને અમેરિકન લોકોની આજીવિકા માટે જરૂરી છે.
જો કે, ટ્રમ્પના આદેશ બાદ ખાસ કરીને શીખ જૂથોમાં ચિંતા વધી છે. તેમનું કહેવું છે કે, આનાથી સમુદાયના ટ્રક ડ્રાઇવરો પર અસર પડી શકે છે અને રોજગારમાં બિનજરૂરી અવરોધો ઉભા થઈ શકે છે.આદેશમાં કહેવામાં આવ્યું છે કે, વ્યાવસાયિક ડ્રાઇવરો માટે અંગ્રેજીનું જ્ઞાન આવશ્યક છે.
જેથી તે ટ્રાફિક સિગ્નલો વાંચી અને સમજી શકે. ટ્રાફિક સુરક્ષા, સરહદ પેટ્રોલિંગ, કૃષિ ચોકી અને કાર્ગાે વજન-મર્યાદા સ્ટેશનના અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં સક્ષમ થઈ શકે.‘
મારું વહીવટીતંત્ર અમેરિકન ટ્રકચાલકો, ડ્રાઇવરો, મુસાફરો અને અન્ય લોકોના રક્ષણ માટે કાયદા લાગુ કરશે, જેમાં સલામતી અમલીકરણ નિયમોનું પાલન કરીને ખાતરી કરવામાં આવશે કે કોમર્શિયલ વાહન ચલાવનાર કોઈપણ વ્યક્તિ આપણી રાષ્ટ્રીય ભાષા, અંગ્રેજીમાં યોગ્ય રીતે લાયક અને નિપુણ છે.’ તેવો પણ ટ્રમ્પે આદેશમાં ઉલ્લેખ કર્યાે છે.SS1MS