તૃપ્તિ ડિમરીને સ્પિરિટ માટે દીપિકા કરતા પાંચમાં ભાગની ફી મળી

મુંબઈ, સંદીપ રેડ્ડી વાંગાએ તેમની આગામી ફિલ્મ સ્પિરિટમાંથી દીપિકા પાદુકોણને કાઢી નાખી છે અને તેના સ્થાને તૃપ્તિ ડિમરીને લેવામાં આવી છે. તૃપ્તિ ડિમરી અને સંદીપ રેડ્ડી વાંગા બંનેએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતની પુષ્ટિ કરી છે.
અહેવાલો અનુસાર, દીપિકા પાદુકોણને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી હતી કારણ કે સંદીપ રેડ્ડી વાંગા તેની માંગણીઓ પૂરી કરી શક્યા ન હતા. તેમાંથી એકની ફી ૨૦ કરોડ રૂપિયાથી વધુ હતી. તે જ સમયે, નવા મીડિયા રિપોટ્ર્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તૃપ્તિ ડિમરીની ફિલ્મ માટે ફી દીપિકા કરતા ઘણી ઓછી છે.તેલુગુ ૩૬૦ જેવી તેલુગુ સાઇટ્સ અનુસાર, તૃપ્તિ ડિમરી આ ફિલ્મ માટે ૪ કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે.
જોકે હજુ સુધી આંકડાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ આ સંખ્યા દીપિકા પાદુકોણે સ્પિરિટ માટે માંગેલી રકમ કરતા ઘણી ઓછી છે. તમને જણાવી દઈએ કે તૃપ્તિએ અગાઉ વાંગા સાથે સફળ ફિલ્મ એનિમલમાં કામ કર્યું છે.તૃપ્તિ ડિમરીએ શનિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ આપી હતી કે તે ‘સ્પિરિટ’માં મહિલા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
તેમણે અનેક ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં તેમના નામ સાથેના ટાઇટલ પોસ્ટરનો ફોટો પણ શેર કર્યાે. કૃતજ્ઞતા વ્યક્ત કરતાં, તેણીએ લખ્યું, આભાર સંદીપ રેડ્ડી વાંગા… તમારા વિઝનનો ભાગ બનવાનો મને ગર્વ છે.” આ દરમિયાન, સંદીપ રેડ્ડી વાંગાએ પણ તૃપ્તિનું સ્વાગત કર્યું. જાહેરાત પોસ્ટર શેર કરતા તેમણે લખ્યું, “મારી ફિલ્મની મહિલા મુખ્ય ભૂમિકા હવે સત્તાવાર છે.
અહેવાલો અનુસાર, સંદીપ રેડ્ડી વાંગા દીપિકાની માંગણીઓથી નાખુશ હતા. દીપીએ આઠ કલાક કામ, વધારે પગાર અને ફિલ્મના નફામાં હિસ્સો માંગ્યો હતો. જેના કારણે દીપિકાને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી.SS1MS