Western Times News

Gujarati News

TTK પ્રેસ્ટિજ એક્સચેન્જ ઉત્સવમાં આપી રહી છે, 25 થી 60 ટકા સુધીની છૂટ

ગૃહિણીઓ રસોઇના જૂના ઉપકરણને બદલી શકે છે, દરેક શ્રેણીમાં નવા અને વિશિષ્ટ ઉપકરણ

નવી દિલ્હી, રસોઇ ઉપકરણોના ક્ષેત્રમાં ભારતની અગ્રણી કંપની ટીટીકે પ્રેસ્ટિજે ખૂબજ આકર્ષક ‘એનિથિંગ ફોર એનિથિંગ’ એક્સચેન્જ ઓફર રજૂ કરી છે, જેમાં ગૃહિણીઓને પોતાની રસોઇને અપગ્રેડ કરવાની તક મળશે. TTK Prestige launches the most awaited exchange festival ‘Anything for Anything’

ગ્રાહકો પોતાની રસોઇના જૂના વાસણો અને ઉપકરણોને બદલીને વિવિધ શ્રેણીમાં એકદમ નવા અને વિશિષ્ટ ઉપકરણ લઇ શકે છે. એક્સચેન્જ ઉપર 25થી60 ટકા સુધીની આકર્ષક છૂટ પણ મળે છે. આ ઓફર 31 જુલાઇ 2022 સુધી ચાલશે.

ટીટીકે પ્રેસ્ટિજ પ્રેશર કૂકર ઉપર 25 ટકાથી લઇને 45 ટકા સુધીની છૂટ આપી રહ્યું છે. તેનાથી ગૃહિણીઓને તેમના જૂના પ્રેશર કૂકરને એક્સચેન્જમાં આપીને સ્વચ્છ રેન્જના કૂકર ખરીદવાની તક મળે છે, જેમાં લીકેજને રોકતાં એકદમ ખાસ ઢાકણ છે. જે લોકો અપગ્રેડના માધ્યમથી ક્યુપ્રસ રેન્જના કુકવેર ખરીદવા ઇચ્છતા હોય તેમને 33 ટકાથી 60 ટકા સુધીની છૂટ મળી રહી છે.

ક્યુપ્રસ નોન-સ્ટિક કુકવેરમાં સિલ્વર આયન ટેકનીકથી બેક્ટેરિયા સામે રક્ષણ આપતા ગુણ હોય છે, જેમાં ઉઠાવી શકાય તેવા બર્નર અ ખૂબજ સરળતાથી સાફ થતી ક્રાંતિકારી ડિઝાઇન છે. ટીટીકે પ્રેસ્ટિજ મિક્સર ગ્રાઇન્ડર ઉપર 38 ટકાથી 45 ટકા સુધીની છૂટ મળી રહી છે.

ગૃહિણીઓ પોતાના જૂના મિક્સર ગ્રાઇન્ડરને બદલીને મોટર ઉપર 5 વર્ષની વોરંટી ધરાવતા શક્તિશાળી ડિલાઇટ મિક્સર ગ્રાઇન્ડર મેળવી શકે છે. પ્રેસ્ટિજ ક્લિન હોમ વેક્યુમ ક્લિનર ઉપર 35 ટકાથી 45 ટકાની છૂટ આપી રહ્યું છે, જેથી ગ્રાહકો ધૂળને હાથ લગાવ્યાં વિના જ ઘરને સારી રીતે સાફ કરી શકે. ગ્રાહકો અપગ્રેડ દ્વારા પ્રેસ્ટિજના 1200 વોટના શક્તિશાળી વેક્યુમ ક્લિનર ખરીદી શકે છે, જે ભીની અને સૂકી બંન્ને પ્રકારની સફાઇ કરે છે.

ટીકે પ્રેસ્ટિજના ઇવીપી – સેલ્સ એન્ડ માર્કેટિંગ દિનેશ ગર્ગે એક્સચેન્જ ઉત્સવ અંગે જણાવ્યું હતું કે, “છેલ્લાં 66 વર્ષોમાં ટીટીકે પ્રેસ્ટિજ દેશભરમાં ગૃહિણીઓ માટે રસોઇના ઉપકરણોની પસંદગીની બ્રાન્ડ બની ગયું છે. બ્રાન્ડ વિશ્વાસ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સ્તંભો ઉપર કામ કરે છે, જે પ્રત્યેજ ટીટીકે પ્રેસ્ટિજ પ્રોડક્ટનો મુખ્ય આધાર છે.

ઇનવોશનના બળે તૈયાર કરાતા અમારા ઉપકરણો વધુ વ્યવહારિક અને કાર્યક્ષમ છે તથા ખૂબજ સુંદર પણ છે, જે વ્યસ્ત ગૃહિણીના જીવનને વધુ અનુકૂળ બનાવે છે. અમે ગ્રાહકોને તેમના રસોઇના ઉપકરણો અમારી વિશિષ્ટ પ્રોડક્ટથી અપગ્રેડ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, જેથી રસોઇમાં તેમનું કામ સરળ થઇ જાય. આ કરવાની સાથે ઉત્તમ ઓફર તથા જબરદસ્ત છૂટ મેળવવાનો આ સારી તક છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.