“તૂ ઝુઠી મેં મક્કાર”ના વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર સોની મેક્સ પર રજૂ થશે
~ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ 25 મી જૂન, રવિવારે રાત્રે 8 વાગ્યે માત્ર સોની મેક્સ પર જ ટેલિવિઝન પર રિલીઝ થવાની છે ~
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર આશ્ચર્યજનક દોડ સાથે, લવ રંજન દિગ્દર્શિત તૂ ઝુથી મેં મક્કાર ટેલિવિઝન પર પ્રીમિયર થવાની તૈયારીમાં છે, જે ભારતની અગ્રણી હિન્દી મૂવી ચેનલ, સોની મેક્સ પર 25 મી જૂને રાત્રે 8 વાગ્યે રિલીઝ થશે.
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની મુખ્ય જોડીમાં બોલિવૂડના કલાકારો ડિમ્પલ કાપડિયા અને બોની કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે બોલિવૂડના હાર્ટ-થ્રોબ્સ કાર્તિક આર્યન અને નુસરત ભારુચા ફિલ્મમાં મનોરંજક દેખાવમાં છે.
તૂ ઝુઠી મેં મક્કાર રોહન ઉર્ફે મિકી (રણબીર દ્વારા ભજવાયેલ) અને ટિની (શ્રદ્ધા દ્વારા ભજવાયેલ) વચ્ચેના સંબંધો પર પ્રકાશ પાડે છે. મિકી દિલ્હીના એક ધનાઢ્ય પરિવારમાંથી આવે છે અને તે બ્રેક-અપ કન્સલ્ટન્ટ તરીકે કુશળતાપૂર્વક કામ કરે છે, તેની સાથે તેનો મિત્ર તથા બિઝનેસ પાર્ટનર મનુ (અનુભવ સિંઘ બસ્સી દ્વારા ભજવવામાં આવેલ) પણ સામેલ છે.
સ્પેનમાં મનુની બેચલર ટ્રીપ દરમિયાન મિકી અને ટિની એકબીજાને મળે છે અને પ્રેમમાં પડે છે, પરંતુ અત્યારના સમયમાં પ્રેમ સરળ નથી. મૂવી દર્શકોને એવી સફર પર લઈ જાય છે જે આનંદ અને મનોરંજનથી ભરપૂર છે અને રોહનના બ્રેક-અપની સેવા પોતાના પર જ ફરી વળે છે. આ પછીની વાર્તા એ છે કે આ દંપતી તેમના સંબંધો સાથે કેવી રીતે વ્યવહાર કરે છે.
નિર્દેશક, લવ રંજને વધુમાં જણાવ્યું હતું કે, “તું ઝુઠી મેં મક્કાર એક એવી ફિલ્મ છે જે આધુનિક દંપતીની ચિંતાઓ અને વૈવિધ્યસભર અપેક્ષાઓને રેખાંકિત કરે છે, જ્યારે તે જ સમયે તે પારિવારિક પ્રેક્ષકો માટે પણ મનોરંજન પૂરું પાડે છે. મૂવી એક હૂંફાળી અને ખુશીની અનુભૂતિ આપે છે, પ્રેક્ષકોને હસાવે છે, રોમાંસનો આનંદ આપે છે,
ભાવનાશીલ બનાવે છે અને કદાચ તેના અંતે કેટલીક શીખ પણ આપે છે. અમને ખુશી છે કે ફિલ્મ સોની મેક્સ પર તેની ટેલિવિઝન રિલીઝ દ્વારા દેશના દરેક ભાગના લોકો સુધી પહોંચવાની તૈયારીમાં છે અને મોટા પ્રમાણમાં પ્રેક્ષકો મૂવી જોઈ શકશે અને પોતાના પરિવાર સાથે મૂવીનો આનંદ માણી શકશે.”
ફિલ્મના અન્ય ગીતોની સાથે ચાર્ટબસ્ટર હાર્ટબ્રેક ગીત ‘ઓ બેદરેયા’ પ્રેક્ષકોમાં વિવિધ ભાવનાઓને ઉત્તેજીત કરે છે. સંગીત દિગ્દર્શક પ્રીતમ, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય અને ગાયક અરિજિત સિંહે ફિલ્મના સંગીત દ્વારા પોતાનો જાદુ પાથર્યો છે. અનેક પ્રકારની લાગણીઓથી ભરપૂર, મૂવી વ્યક્તિના જીવનની દરેક પરિસ્થિતિને કંઈક ને કંઈક ઓફર કરે છે. ગીતોમાં બધી પેઢીઓ માટે સૌથી વધુ સંબંધિત અને અવિસ્મરણીય લિરિક્સ છે!