નેત્રંગ જીન કમ્પાઉન્ડ ખાતે નાંદી ફાઉન્ડેશન દ્વારા તુફાન ગેમ્સનું આયોજન કરાયું
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના નેત્રંગ ખાતે આવેલ જીન કમ્પાઉન્ડમાં નાંદી ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય તા.૧ અને ૨ ડિસેમ્બરના રોજ જીલ્લાકક્ષાની તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
નાંદી ફાઉન્ડેશન (પ્રોજેક્ટ-નન્હી કલી) હેઠલ નન્હીકલીઓ (દિકરીઓ) માટે તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું.આ તુફાન ગેમ્સમાં નેત્રંગ અને વાલિયા બ્લોકની ૧૨૦ નન્હીકલીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો.જેઓને નેત્રંગ અને વાલિયા બ્લોકમાં એ.એસ.સી કક્ષાની સ્પર્ધામાંથી પસંદ કરવામાં આવી હતી.
રમતનું આપણા જીવનમાં ખુબ મહત્વ રહેલું છે. વિવિધ આઉટડોર રમતો રમવાથી બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે.રમત રમવાથી સમુહભાવના તેમજ ખેલદિલી જેવા ગુનોનો વિકાસ થાય છે.આજના આ દિવસે નાંદી ફાઉન્ડેશન દ્વારા ૫૦ મીટરની દોડ, સ્ટેન્ડીંગ જમ્પ,ઈન્ડયુલનસ રન અને સટલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસ ચાલનાર તુફાન ગેમ્સમાં બે અલગ અલગ ટીમોન ભાગ લેનાર છે.આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નન્હી કલીના પોગ્રામ ઓફિસર સંગીતાબેન રથ તેમજ તેઓની ટીમ નેત્રંગ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ બાલુભાઈ વસાવા,યુવા આગેવાન બ્રિજેશકુમાર પટેલ,એડવોકેટ સ્નેહલકુમાર પટેલ, પત્રકાર સંકેત પંચાલ,પ્રતિક પ્રજાપતિ,આરોગ્ય વિભાગનો સ્ટાફ તેમજ નાંદી ફાઉન્ડેશન સી.એ બહેનો અને આ તુફાન ગેમ્સમાં ભાગ લેનાર નન્હીકલીઓ (દિકરીઓ) ઉપસ્થિત રહી.