તુલિકા માને ૭૮ કિલોગ્રામ વર્ગમાં જીત્યો સિલ્વર મેડલ
બર્મિંઘમ, કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨મા ભારતને વધુ એક સિલ્વર મેડલ મળ્યો છે. ભારતની જૂડિકા તુલિકા માને જૂડો ૭૮ કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે. જૂડો ઈવેન્ટમાં આ ભારતનો બીજાે સિલ્વર અને એક બ્રોન્ઝ એમ કુલ ત્રીજાે મેડલ છે. તો આજના દિવસમાં ભારતે બે બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ કબજે કર્યો છે. આ સાથે ભારતના કુલ મેડલોની સંખ્યા ૧૬ પર પહોંચી ગઈ છે. જૂડોમાં આ પહેલા સુશીલા દેવીએ સિલ્વર અને વિજય કુમાર યાદવે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતના સ્ટાર સ્ક્વોશ પ્લેયર સૌરવ ઘોસાલે ઈંગ્લેન્ડના ખેલાડીને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. આ સાથે સૌરવ ઘોષાલે ઈતિહાસ પણ રચી દીધો છે. તે કોમનવેલ્થ ગેમ્સમાં સ્ક્વોશ સિંગલ્સ ઈવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. સૌરવ ઘોસાલે બ્રોન્ઝ મેડલ મેચમાં ઈંગ્લેન્ડના જેમ્સ વિલસ્ટ્રોપને ૧૧-૬, ૧૧-૧, ૧૧-૪ થી પરાજય આપ્યો છે.
ભારતના કોમનવેલ્થ ગેમ્સમાં વધુ ત્રણ મેડલ પાક્કા થઈ ગયા છે. ભારતના ત્રણ બોક્સર સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. ભારતીય બોક્સર મોહમ્મદ હુસામુદ્દીને શાનદાર પ્રદર્શન કરી સેમીમાં સ્થાન મેળવ્યું છે. તો મહિલા બોક્સર નીતૂ ધનધસે ૪૮ કિલો વર્ગના સેમીફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. ભારતની અન્ય યુવા બોક્સર નીખર ઝરીને પણ સેમીમાં પ્રવેશ કરી મેડલ પાક્કો કરી લીધો છે.SS1MS