&TV પર ‘મૈ ભી અર્ધાંગિની’ પર વૈદેહીમાં ચિત્રાનું ભૂત સવાર થશે
&TV પર શો મૈ ભી અર્ધાંગિની યુગલ (અવિનાશ સચદેવ ઉર્ફે માધવ અને અદિતિ રાવત ઉર્ફે વૈદેહી) વચ્ચેના અપવાદાત્મક અને વફાદાર જોડાણની વારતા કહે છે. બંને નિઃસ્વાર્થી પ્રેમ કરે છે. માધવ અને વૈદેહી તેમની નિર્દોષતાથી દર્શકોને મોહિત કરે છે અને હવે તેમની મૈત્રી લગ્ન સાથે જીવનસંગાથમાં પરિણમવાની છે.
હમણાં સુધી દર્શકોએ જોયું કે ચિત્રા માધવ અને વૈદેહીને એક થવા અને પરણી જવા માટે મદદ કરે છે, પરંતુ હવે બાજી પલટાઈ છે અને ચિત્રા વૈદેહી પર ભારે ક્રોધિત છે. પોતાના જીવનના પ્રેમી સાથે પરણી ગયા પછી વૈદેહી પોતાના પતિ પર પ્રેમ વરસાવવાનું શરૂ કરે છે અને તેને બાંયધરી આપે છે કે તેને એટલો બધો પ્રેમ કરશે કે આખરે તે પોતાની અગાઉની પત્ની ચિત્રાને પણ ભૂલી જશે. ચિત્રાને જ્યારે આ વાત જાણવા મળે છે ત્યારે તે વૈદેહી પર રોષે ભરાય છે અને તેમનાં લગ્નમાં સમસ્યાઓ પેદા કરવાનો પ્રયાસ કરે છે.
શો પર રસપ્રદ વારતા વિશે બોલતાં અદિતિ કહે છે, મૈ ભી અર્ધાંગિનીમાં હમણાં સુધી ચિત્રાની મદદથી વૈદેહી અને માધવ વચ્ચે ફૂલતાફાલતા રોમાન્સ સાથે બધું સમુંસૂતર ચાલી રહ્યું હતું. વૈદેહી માધવ સાથે તેનાં લગ્નથી બહુ ખુશ હતી, પરંતુ હવે અલગ અવતારમાં જોવા મળશે,, કારણ કે તેની અંદર ચિત્રાનું ભૂત સવાર થાય છે. હાલની વાર્તામાં ચિત્રાનો વૈદેહી અને માધવની નિકટતા પ્રત્યે ક્રોધ અને ઈર્ષા દર્શાવવામાં આવશે. વૈદેહીમાં તેની અગાઉની બહેનપણી અને પોતાના જીવનમાં અવિનાશને લાવવામાં મદદરૂપ થનારી ચિત્રાનું ભૂત ઘૂસી ગયા પછી કેવી પરિસ્થિતિ સર્જાય છે તે જોવાની દર્શકોને મજા આવશે.
શોમાં લગ્ન પછીના જીવન વિશે બોલતાં અવિનાશ સચદેવ ઉર્ફે માધવ કહે છે, હમણાં સુધી દર્શકોને વૈદેહીને માધવનું મન જીતવા માટે પ્રયાસ કરતી અને તેનો જીવનસાથી બનાવવામાં મદદ કરતી જોવા મળી હતી. વૈદેહીના પ્રયાસોને ધ્યાનમાં લેતાં માધવ તેની સાથે પરણવા તૈયાર થાય છે, પરંતુ એક શરત રાખે છે કે પોતાની પહેલી પત્નીના અકાળે નિધનથી લાગેલા આંચકામાંથી બહાર આવવા માટે તેનો થોડો સમય લાગશે. મૈ ભી અર્ધાંગિનીની વાર્તામાં વધુ એક વળાંક લાવતાં વૈદેહીમાં હવે ચિત્રનું ભૂત ઘૂસી જશે. ચિત્રા ચાહે છે કે માધવ તેની જૂની યાદો ભૂલી નહીં જાય, જ્યારે વૈદેહીના પ્રયાસથી માધવ તે ભૂલી જતાં ચિત્રા નાખુશ થાય છે અને માધવને બાકીનું સંપૂર્ણ જીવન પોતાનો કરવા માગે છે.
ચિત્રાનું શુદ્ધ આત્મા માધવ અને વૈદેહીને એકત્ર લાવવા માટે મોટો ભાગ ભજવે છે, પરંતુ શું અર્ધાંગિનીનો નિઃસ્વાર્થી પ્રેમ રહેશે? શું વૈદેહી તેના પ્રેમને છીનવી લેતી મજબૂત નકારાત્મક શક્તિમાંથી બહાર આવશે?