ટીકા અને ટીલ્લુ ફૂડ સ્ટોલમાં વધુ પડતાં મરચાંનો ઉપયોગ કરે છે, જેને કારણે ઝઘડો થાય છે
બઢેંગી મુશ્કિલે! -એન્ડટીવી પર દૂસરી મા, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈના આ સપ્તાહના એપિસોડમાં તેનાં પાત્રો મુશ્કેલીઓની સામનો કરશે.
એન્ડટીવી પર દૂસરી માનામાં માતાની વાર્તા વિશે યશોદા કહે છે, “આસ્થા (અદ્વિકા શર્મા) અને નુપૂર (અન્યા ગલવાન) માતૃ દિવસની યાદ કરતાં અશોક (મોહિત ડાગા) માટે તેમનો દીર્ઘ પ્રેમ વ્યક્ત કરે છે. કૃષ્ણા (આયુધ ભાનુશાલી) યશોદા (નેહા જોશી)ને કહે છે કે તે સરકારી શાળામાં ભણવા માટે તૈયાર છે.
પ્રવેશ લીધા પછી તેને પુસ્તકો અને યુનિફોર્મ પ્રાપ્ત થાય છે. કામિની (પ્રીતિ સહાય) અને મહુઓ (મનીષા અરોરા) આસ્થા અને નુપૂરને શાળામાંથી પાછી આવતી જોઈને તેને તેમને માટે છોલે ભતુરે અને મીઠાઈ લાવવા માગે પૂછે છે. ટ્રીટ્સ માટે નાણાં કમાવા તે શ્રમિક તરીકે કામ કરવાનું શરૂ કરે છે અને યશોદા આખરે તેમને જુએ છે.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે દરોગા હપ્પુ સિંહ કહે છે, “કટોરી અમ્મા (હિમાની શિવપુરી) બાળકોને હપ્પુ (યોગેશ ત્રિપાઠી) છોકરીને ભગાવીને લઈ ગયો તે સમયની વાત કરે છે. રાજેશ (કામના પાઠક) અને હપ્પુ એચસીઆર (હૃતિક, ચમચી અને રણબીર) સામે આ બાબતમાં ચર્ચા કરાતી હોવાથી અસ્વસ્થતા મહેસૂસ કરે છે,
કારણ કે તેમને ડર છે કે તેને કારણે ખરાબ દાખલો બેસી જશે. દરમિયાન હૃતિક તેની ફ્રેન્ડ આલિયો વચન આપે છે કે તે તેને મદદ કરવા માટે કશું પણ કરશે. એક રાત્રે આલિયા ગપ્પુના ઘરે આવી ચઢે છે અને એચસીઆરને વાલીઓ દ્વારા તેને અભ્યાસ માટે લંડન મોકલવામાં આવી રહી છે તે રોકવા માટે સહાય કરવા વિનંતી કરે છે.
એચસીઆર મદદ કરવા સંમત થાય છે અને તેને છુપાવી દે છે. તેઓ અજાણ હોય છે કે તે કમિશનર (કિશોર ભાનુશાલી)ની ભત્રીજી હોય છે.”
ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે અંગૂરી કહે છે, “ટીકા (વૈભવ માથુર) અને ટીલ્લુ (સલીમ ઝૈદી) ફૂડ સ્ટોલ સ્થાપે છે, જેમાં વધુ પડતાં મસાલેદાર મરચાં ઉપયોગ કરે છે, જેને કારણે લોકો ગુસ્સે ભરાય છે અને ઝઘડો કરે છે. અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) અને અંગૂરી (શુભાંગી અત્રે) તેમના પતિની વફાદારીને પડકારે છે અને તેમને પુરસ્કૃત કરવા માટે પડકારે છે,
પરંતુ પતિઓ તેમની પત્નીઓ સાથે ઝઘડો કરી બેસે છે અને તેને લીધે પતિઓને ઘરની બહાર કરવામાં આવે છે. સક્સેના (સાનંદ વર્મા) તિવારીને અને વિભૂતિને માહિતગાર કરે છે કે મસાલા અને મરચાં પ્રત્યે તેમની લાગણી તેમના વર્તન માટે જવાબદાર છે. અનિતા અને અંગૂરી ફૂડ સ્ટોલ પર પહોંચે છે અને મસાલેદાર ખાવાનું ખાઈને પોતાની પર ગુસ્સે ભરાય છે.”