ટીવી અભિનેતા રાહુલ રાજ સિંહ પિતા બનતા ખુશ
મુંબઈ, ટીવી એક્ટર રાહુલ રાજ સિંહ પિતા બની ગયો છે. રાહુલની પત્ની અને એક્ટ્રેસ-આંત્રપ્રેન્યોર સલોની શર્માએ દીકરીને જન્મ આપ્યો છે. રાહુલ અને સલોનીની દીકરીનો જન્મ ૨૬ જાન્યુઆરીએ થયો છે. રાહુલે ઈન્ટરવ્યૂ દરમિયાન જીવનના નવા તબક્કા અંગે ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું, “અમે સાતમા આસમાને છીએ. અમારા પર ઈશ્વરની કૃપા છે. અમે દીકરીનું નામ શિવન્યા પાડ્યું છે.
અમે ભગવાન શિવના ભક્ત છીએ ત્યારે સ્વાભાવિક છે કે અમે એવું નામ પસંદ કરીશું જે તેમની સાથે જાેડાયેલું હોય. શિવન્યાનો અર્થ થાય છે અમર્યાદિત અને અપાર. રાહુલની દીકરી વસંતપંચમીએ જન્મી છે ત્યારે તેણે આ સંયોગ અંગે ખુશી વ્યક્ત કરી છે. રાહુલે આગળ કહ્યું,
“અમારી દીકરી પવિત્ર દિવસે જન્મી છે અને તેના વિવિધ મહત્વ છે. પહેલા તો ગણતંત્ર દિન હતો અને બીજું એ દિવસે વસંત પંચમી હોવાથી સરસ્વતી પૂજા કરવામાં આવે છે. પિતા બન્યા પછી દીકરીની જવાબદારી કઈ રીતે સંભાળી રહ્યો છે તે અંગે વાત કરતાં એક્ટરે કહ્યું,”પિતા કોઈપણ બાળકનો પહેલો ફ્રેન્ડ હોય છે.
એટલે જ હું મારી દીકરીનો બેસ્ટ ફ્રેન્ડ બનાવ માગુ છું. મને ખ્યાલ છે કે કેટલીય રાતો ઊંઘ્યા વિનાની જવાની છે અને કેટલીય ડેડી ડ્યૂટીઝ આવી જશે. હું મારા પિતા પાસેથી ટિપ્સ અને મદદ લઈશ. રાહુલ અને સલોનીએ નવેમ્બર ૨૦૧૮માં લગ્ન કર્યા હતા.
માતા કી ચૌકી સીરિયલનો એક્ટર રાહુલ એક્ટ્રેસ પ્રત્યૂષા બેનર્જી સાથે રિલેશનશીપમાં હતો. એપ્રિલ ૨૦૧૬માં પ્રત્યૂષાની આત્મહત્યા બાદ રાહુલ સામે ગંભીર આક્ષેપો લાગ્યા હતા. અગાઉ આપેલા ઈન્ટરવ્યૂમાં રાહુલે જીવનના સંઘર્ષ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “દરેક વ્યક્તિના જીવનમાં ખરાબ તબક્કો આવે છે. મારા જીવનમાં પણ ખરાબ તબક્કો આવ્યો હતો અને હું તેમાંથી મજબૂત બનીને બહાર આવ્યો છું.
મેં કહ્યું તેમ આ દેવી આશીર્વાદ છે અને અમે ખૂબ ખુશ છીએ. મને લાગે છે કે, બાળકનું આગમન અમારા જીવનમાં ઢગલાબંધ સારા સમાચાર લાવશે. છ વર્ષથી મેં લાઈટ્સ, કેમેરા, એક્શન આ શબ્દો સાંભળ્યા નથી પણ હવે એવું લાગી રહ્યું છે કે, જલ્દી જ સાંભળવા મળશે. ત્યારે જીવનનું કાળચક્ર પૂર્ણ થશે.SS1MS