Western Times News

Gujarati News

&ટીવીના કલાકારો આંબેડકર જયંતી પર બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપી

દર વર્ષે 14મી એપ્રિલે આંબેડકર જયંતી ઊજવવામાં આવે છે. ભારતીય ઈતિહાસમાં સૌથી અપવાદાત્મક આગેવાનમાંથી એક ડો. બી. આર. આંબેડકર હતા. તેમણે વિવિધ સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવીને ક્રાંતિ સર્જી હતી. તેમના જન્મદિવસ પર આંબેડકર જયંતી ઊજવવામાં આવે છે. &TV Actors pay tribute to Babasaheb on Ambedkar Jayanti
બાબાસાહેબ તરીકે વહાલથી ઓળખવામાં આવતા ડો. આંબેડકરનું જીવન અને વારસાએ ઘણા લોકોને પ્રેરિત કર્યા છે. તેમની જન્મજયંતી નિમિત્તે એન્ડટીવીના કલાકારો એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરનાં અથર્વ (ભીમરાવ), જગન્નાથ નિવાનગુણે (રામજી સકપાળ), નારાયણી મહેશ વર્ને (રમાબાઈ), નેહા જોશી (યશોદા- દૂસરી મા), હપ્પુ કી ઉલટન પલટનની કમના પાઠક (રાજેશ સિંહ) અને ભાભીજી ઘર પર હૈના રોહિતાશ ગૌર (મનમોહન તિવારી) બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપે છે.

એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરમાં અથર્વ ઉર્ફે યુવા ભીમરાવ કહે છે, “ડો. બી. આર. આંબેડકરે એક રાષ્ટ્ર અને એક બંધારણ હેઠળ લાખ્ખો ભારતીયોને એકત્ર કરીને પાયો રચ્યો હતો. તેમની શીખ અને ફિલોસોફી આજે પણ ભારતીયોને સ્પર્શે છે. મને તેમના જીવનનો પ્રવાસ દર્શાવતો અને મને યુવા ભીમરાવની ભૂમિકા ભજવવા તક આપતા શોનો હિસ્સો બનવાનું ગૌરવજનક લાગે છે.”

એન્ડટીવી પર દૂસરી માની નેહા જોશી ઉર્ફે યશોદા કહે છે, “ડો. આંબેડકર ઉત્કૃષ્ટતાની પાર નેતા હતા. તેમનાં કામોએ ભારતીયોને સ્પર્શ કર્યો છે અને પ્રભાવ છોડ્યો છે. સમાનતા, મહિલા સશક્તિકરણ માટે લડાઈ હોય કે શૈક્ષણિક સુધારણામાં સહભાગ, તેમણે દરેક ભારતીયોના જીવનને સ્પર્શ કર્યો છે. આંબેડકર જયંતી પર ચાલો તેમને યાદ કરીએ અને મહિલા અને સમાજ માટે તેમનાં ભરપૂર કાર્યોનું સન્માન કરીએ.”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં કામના પાઠક ઉર્ફે રાજેશ સિંહ કહે છે, “બાબાસાહેબે ઘણા લોકોને પ્રેરિત કર્યા. તેઓ ઉદારતા, સમાનતા અને એકજૂટ પર આધારિત સમાજ ચાહતા હતા.

ઘણા બધા લોકોના જીવનને સ્પર્શે તેવી સામાજિક અને આર્થિક સુધારણા લાવવા માટે ભરપૂર વિઝન અને વિશ્વાસની જરૂર પડે છે. તેમનાં કાર્યોએ બધા ભારતીયોને જીવનને સ્પર્શ અને પ્રભાવિત કર્યા હતા. તો ચાલો, આપણે આ મહાન નેતાની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્ર આવીએ.”

એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરમાં જગન્નાથ નિવાનગુણે ઉર્ફે રામજી સકપાળ કહે છે, “ડો. આંબેડકર દીર્ઘદ્રષ્ટા આગેવાન હતા અને સામાજિક ન્યાયમાં આગેવાન હતા. તેઓ માનતા કે ભારત એક સંહિતા, એક રાષ્ટ્ર, એક બંધારણ થકી રાષ્ટ્રીય એકતા અને સ્થિરતાને વાચા આપી શકે.

તેઓ સમાજલક્ષી લોકશાહીનો પ્રચાર કરતા. તેમણે વંચિતોનો ઉદ્ધાર કરવા જીવન સમર્પિત કર્યું હતું અને સમાન માનવી અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો. તેમની આગેવાન અને સમાજસુધારક તરીકે સિદ્ધિ આજના યુગમાં પણ સુસંગત છે. તેમના જીવન અને તેમનાં કાર્યોમાંથી ઘણું બધું શીખવા અને ગ્રહણ કરવા જેવું છે.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં રોહિતાશ ગૌર ઉર્ફે મનમોહન તિવારીએ જણાવ્યું હતું કે, “ડો. બી. આર. આંબેડકર દીર્ઘદ્રષ્ટા આગેવાન હતા.

તેઓ વિવિધ સામાજિક અને આર્થિક સુધારણા થકી અને દેખીતી રીતે જ ભારતીય બંધારણ લખીને આપણા દેશને એક રાષ્ટ્ર તરીકે જોવા માગતા હતા. હું તેમની વાર્તાઓ વાંચીનો મોટો થયો છું અને સમાનતા માટે તેમની લડતે મને બહુ પ્રભાવિત કર્યો છે. તેઓ આધુનિક ભારતમાં સમાનતા અને એકજૂટના સૌથી શક્તિશાળી હિમાયતી હતી. આંબેડકર જયંતી પર હું તેમની ધીરજ અને સંઘર્ષને સલાન કરું છું.”

એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરમાં નારાયણી મહેશ વર્ને ઉર્ફે રમાબાઈ કહે છે, “ડો. બી. આર. આંબેડકર અન્યાય અને અસમાનતા વિરુદ્ધ હતા. તેમના અભિપ્રાયમાં જીવનમાં સામાજિક, સાંસ્કૃતિક કે આર્થિક કોઈ પણ અવરોધોમાંથી શિક્ષણ જ બહાર લાવી શકે છે.

Narayani-Ramabai-Ek-Mahanayak-Dr-B.R.-Ambedkar

તેઓ જાતિભેદ અને અસમાનતા તોડવા માટે શિક્ષણનો ઉપયોગ કરતા હતા. તેમણે ભારતમાં મહિલા અધિકાર માટે લડત આપી હતી અને મહિલાના રક્ષણ અને સુરક્ષાની ખાતરી રાખવા માટે અનેક નીતિઓ ઘડી કાઢી હતી. તેમનું જીવન ઘણા બધા લોકોને પ્રેરિત કરે છે અને શોનો હિસ્સો તેમની આ માન્યતા સાથે મને નિકટ લાવે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.