Western Times News

Gujarati News

ટીવીના કલાકારો ગણિતના પ્રોબ્લેમ સોલ્વિંગ ટેક્ટિક્સ વિશે વાત કરે છે!

ગણિત સૌથી મહત્ત્વપૂર્ણ વિષયમાંથી એક છે અને દરેકના રોજબરોજના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે અમુક યુવા વિદ્યાર્થીઓ માટે અલ્ગોરિધમ, કમ્પ્યુટેશન્સ અને સમીકરણોનો ઉકેલ લાવવાનું મનોરંજક હોય છે, જ્યારે અન્યો માટે તે દુઃસ્વપ્ન હોઈ શકે છે. 22 ડિસેમ્બરે દર વર્ષે ભારત નેશનલ મેથમેટિક્સ ડે મનાવે છે અને આ અવસરે એન્ડટીવીના કલાકારો સંખ્યા સાથે તેમનાં સંઘર્ષ અને મોજીલી વાર્તાઓ જણાવે છે.

આમાં આશુતોષ કુલકર્ણી (કૃષ્ણ બિહારી વાજપેયી, અટલ), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને રોહિતાશ ગૌર (મનમોહન તિવારી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

એન્ડટીવી પર શો અટલમાં કૃષ્ણ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવતો આશુતોષ કુલકર્ણી કહે છે, “ગણિત મારા શાળાના દિવસોમાં મને ભયભીત કરતો હતો. સંખ્યા વિશે મારા ડરને લીધે મેં વૈકલ્પિક વિષય તરીકે સંસ્કૃત પસંદ કર્યું હતું (હસે છે). હું સક્રિય રીતે સંખ્યાઓને સંડોવતી સ્થિતિઓ ટાળતો હતો અને એક સમયે તો ગણિતના યુનિટ ટેસ્ટમાં મને મળેલા માર્ક મેં વાલીઓથી છુપાવ્યા પણ હતા.

આખરે તેમને જાણ થઈ ત્યારે મારા પિતાએ મારા ગણિતના પાઠ લેવાનું શરૂ કર્યું હતું. ખચકાટ સાથે મેં વધુ પ્રેક્ટિસ શરૂ કરી એ ધીમે ધીમે રોજબરોજની પ્રવૃત્તિઓમાં સંખ્યાનો ઉપયોગ કરવાની આદત વિકસાવી. આશ્ચર્યજનક રીતે તેનાથી આ વિષયમાં મારી રુચિ વધી. હું મારા શિક્ષકો અને પિતાનો આ માટે આભારી છું, જેમણે ધીરજપૂર્વક ગણિતનાં મૂળભૂત તત્ત્વોમાં મને માર્ગદર્શન કર્યું.”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં દરોગા હપ્પુ સિંહની ભૂમિકા ભજવતો યોગેશ ત્રિપાઠી કહે છે, “હું શૈક્ષણિક ઝુકાવ ધરાવતા પરિવારમાંથી આવતો હોવા છતાં ગણિત મારો મનગમતો વિષય નહોતો. હું ગણિતના ક્લાસ ટાળવા માટે ખરાબ તબિયતનું બહાનું કરતો અને શાળા દરમિયાન બાથરૂમમાં જવું છે અથવા મારું પુસ્તક ભૂલી ગયો છું એવું બહાનું કરીને ક્લાસમાંથી છટકવા પ્રયાસ કરતો, જેને લઈ સજા પણ થતી હતી.

કોઈક રીતે મેં મારી પરીક્ષાઓ પાસ કરી, જે મારા વાલીઓને આભારી છે. જોકે મારી બોર્ડની પરીક્ષા પૂરી કર્યા પછી મેં ગણિતને પાછળ છોડી દેવાનું નક્કી કર્યું, કારણ કે મને ફક્ત ક્રિકેટના સ્કોર સિવાય સંખ્યા બિલકુલ ગમતી નહોતી (હસે છે). ભૂમિતિ, ટ્રાયગોનોમેટ્રી અને જ્યોમેટ્રી મને બહુ જ ગૂંચભરી લાગતી હતી.  ગણિતની સંકલ્પનાઓ અને મૂળભૂત ગણતરી બાબતે મારી ગ્રહણશક્તિથી મને સંતોષ છે. જોકે મારા પુત્રને ગણિતનો અભ્યાસ કરતા જોઉં છું ત્યારે મારું આખું પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયું છે. હવે હું સમજું છું કે તેમાં મહત્ત્વપૂર્ણ વિચાર સંકળાયેલો છે અને પ્રોબ્લેમ- સોલ્વિંગ કુશળતા વિકસાવવામાં મદદ કરે છે. વિષય તરીકે ગણિત પડકારજનક હોવા છતાં તે પૂરતા પુરસ્કારો પણ આપે છે. તે દરેક સમસ્યાનું સમાધાન હોય તે દર્શાવીને આશા જગાવે છે.”

ભાભીજી ઘર પર હૈનો રોહિતાશ ગૌર ઉર્ફે મનમોહન તિવારી કહે છે, “વિદ્યાર્થી તરીકે ગણિતના પ્રોબ્લેમ સાથે લેણદેણ મારા જીવનમાં જાણે સૌથી મોટો પડકાર જણાતા હતા (હસે છે). હું આ વિષયથી એટલો બધો કંટાળો કરતો કે ગણિતના ક્લાસ હોય ત્યારે માથામાં દર્દનું બહાનું કરતો અને મારા શિક્ષકને માથાને આરામ આપી શકું કે એવું પૂછી લેતો હતો. સમયાંતરે તેમણે મારી આ તરકીબને પારખી, જેને લઈ મારા વાલીઓને ફરિયાદ કરી.

હું પરીક્ષાઓમાં કાંઠા પર પાસ થતો હતો, કારણ કે હું સંખ્યાઓ સાથે લેણદેણ ટાળતો હતો. ગણિતને ટાળવાને લીધે મારા પિતાએ મને 11મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં મૂક્યો, જેને લઈ મારે ફરીથી આ મુશ્કેલ વિષયનો સામનો કરવાનો વારો આવ્યો. બદનસીબે હું આ સંઘર્ષને લીધે 11મા ધોરણમાં નાપાસ થયો, જેને લઈ ફરીથી આર્ટસ પ્રવાહમાં આવી હતો, જ્યાં મેં સારો દેખાવ કર્યો અને ક્લાસમાં ટોપર બન્યો.

આ ઘટનાક્રમથી મારા વાલીઓને ભાન થયું કે ગણિત મારા વશની વાત નહોતી અને તેથી તેમણે મને મારી શૈક્ષણિક પસંદગી બદલવા દીધી. ગણિતને મહત્ત્વપૂર્ણ વિષય તરીકે પહોંચ આપતાં મને ભાન થયું કે તે મારી શક્તિનું ક્ષેત્ર નહોતું. આમ છતાં મેં મહત્ત્વપૂર્ણ વિચારશક્તિ અને પ્રોબ્લેમ- સોલ્વિંગ કુશળતાઓમાં તેનું મહત્ત્વ ઓળખ્યું. તેના સિદ્ધાંતોમાં નિપુણતા હાંસલ કરવાનું મહત્ત્વપૂર્ણ રહ્યું, કારણ કે વિવિધ રોજબરોજની સમસ્યા ઉકેલવા માટે તે ચાવી છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.