એક વર્ષમાં ટીવી એક્ટ્રેસ દલજીત કૌરના બીજા લગ્ન પણ તૂટ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/Daljeet-Kaur.jpg)
મુંબઈ, ટીવી એક્ટ્રેસ દલજીત કૌર પોતાના અંગત જીવનને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, અભિનેત્રી તેના બીજા પતિ નિખિલ પટેલથી અલગ થઈ ગઈ છે.
દલજીતે ગયા વર્ષે જ દ્ગૈંઇ બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના એક વર્ષ પહેલા જ તેમના સંબંધોમાં તણાવ આવી ગયો હતો. આવી સ્થિતિમાં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. દલજીત અને નિખિલે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે. સાથે જ એકબીજા સાથેની તમામ તસવીરો પણ સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવી છે.
દિલજીતની ટીમે આ રિપોર્ટની પુષ્ટી કરી હતી કે અભિનેત્રી તેના પતિથી અલગ થઈ શકે છે. દલજીત કૌર પણ પોતાના પુત્ર સાથે ભારત પરત ફરી છે. પોતાના બીજા પતિથી અલગ થયા બાદ દલજીત કૌર હવે કામ પર પરત ફરવા માંગે છે. અભિનેત્રી એક પંજાબી ફિલ્મમાં જોવા મળશે.
દલજીત આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ઇ-ટાઇમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં દલજીતે ટીવી પર કમબેક કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અભિનેત્રીએ કહ્યું- હું ટીવી પર પાછી ફરવા માંગુ છું.
જો મને ઓટીટી પર સારું કામ મળે તો હું તે પણ કરવા માંગુ છું. નોંધનીય છે કે દલજીત કૌર નિખિલ સાથે લગ્ન કર્યા બાદ દેશ છોડીને કેન્યા શિફ્ટ થઈ ગઈ હતી. પરંતુ તેના પતિ સાથે મતભેદ થતાં તે મુંબઈ પરત ફરી છે અને પોતાના કામમાં વ્યસ્ત છે. હવે જોવાનું એ રહે છે કે અભિનેત્રી ક્યારે ટીવી પર પરત ફરે છે. દલજીતે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.
દલજીત કૌરના પહેલા લગ્ન એક્ટર શાલિન ભનોટ સાથે થયા હતા. શાલિન અને દલજીતને એક પુત્ર જેડન છે. જોકે, લગ્નના થોડા વર્ષો પછી દલજીત અને શાલિનના છૂટાછેડા થઈ ગયા. દલજીતે શાલિન પર ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. છૂટાછેડા પછી અભિનેત્રી તેના પુત્ર જેડનને એકલા ઉછેરી રહી છે.SS1MS