આમીર સાથે ડિવોર્સ બાદ સંજીદા હર્ષવર્ધન રાણેને ડેટ કરી રહી છે
મુંબઈ, ટીવી એક્ટ્રેસ સંજીદા શેખ અને એક્ટર હર્ષવર્ધન રાણે એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. જાેકે, બંનેમાંથી એકેય પોતાના સંબંધને જાહેરમાં સ્વીકારવા માટે તૈયાર નથી. પરંતુ બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ તેમના સંબંધની ચાડી ખાય છે. હાલમાં જ સંજીદા શેખ અને હર્ષવર્ધન રાણે ગીરના જંગલમાં સાથે હોલિડે પર ગયા હતા.
આમિર અને સંજીદાએ એકબીજા સાથે તો ફોટો શેર નથી કર્યા પરંતુ એક જ સમયએ બંનેએ સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરતાં અટકળો લાગી રહી છે કે તેઓ સાથે જ હોલિડે પર ગયા હતા.
સંજીદા શેખ અને હર્ષવર્ધન રાણે ઈન્સ્ટાગ્રામ પર વિવિધ પોસ્ટ મૂકીને પોતાના વેકેશનની ઝલક બતાવી રહ્યા છે. સંજીદા શેખે જંગલ સફારી વખતનો જીપમાં બેઠેલો દીકરી સાથેનો વિડીયો શેર કર્યો હતો. તો હર્ષવર્ધન રાણેએ પણ જીપમાં બેઠેલી અને જંગલમાં જાેયેલા પશુ-પક્ષીઓની તસવીર શેર કરી હતી. સંજીદાએ જીપમાં દીકરી સાથેનો વિડીયો શેર કરતાં લખ્યું, “તમારા બાળકોને ડિઝનીલેન્ડ નહીં જંગલમાં લઈ જાવ.” TV actress Sanjida Sheikh and actor Harshvardhan Rane are dating each other
હર્ષવર્ધન રાણેએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં પોતાની ફોટોગ્રાફી સ્કીલ્સ બતાવી હતી. તેણે સુંદર રીતે એશિયાટિક સિંહ સહિતના જંગલના પશુ-પક્ષીઓને કેમેરામાં કેદ કર્યા હતા. તેણે ફોટોઝ શેર કરતાં લખ્યું, “ગીરમાં પહેલો દિવસ. બચ્ચન સાહેબે ગુજરાત વિશે સાચું જ કહ્યું છે.”
સંજીદા શેખ અને હર્ષવર્ધને ફિલ્મ ‘તૈશ’માં સાથે કામ કર્યું હતું. તેઓ લંડનમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે જ તેમના ડેટિંગની ચર્ચા શરૂ થઈ હતી. ૨૦૨૧માં સંજીદાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આવી અફવાઓથી તેને ફરક નથી પડતો.
“બે લોકો સાથે કામ કરે તો લોકો તેમના વિશે વાત કરે જ છે તે હું સમજું છું. આવી વાતો ક્યારેય બંધ નહીં થાય. એટલે વાંધો નથી તેમને જે કહેવું હોય તે કહેવા દો. છેવટે તમને મારી એક્ટિંગ અને હું પસંદ આવું છું તો બાકી બધા સામે મને વાંધો નથી”, તેમ તેણે ઉમેર્યું હતું. જણાવી દઈએ કે, સંજીદા શેખ અને ટીવી એક્ટર આમીર અલીએ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. લગ્નના ૧૦ વર્ષ બાદ ૨૦૨૨માં તેમણે ડિવોર્સ લીધા હતા. સંજીદા અને આમિરની એક દીકરી છે આયરા, જે એક્ટ્રેસ સાથે રહે છે.SS1MS