અનુસૂયા અને આન તિવારીનું અપમાન બાદ શું થાય છે “બાલ શિવ”માં
એન્ડટીવી પર બાલ શિવની વાર્તા વિશે મહાસતી અનુસૂયા કહે છે, “બાલ શિવ (આન તિવારી) કૂદકો મારે છે અને તેના પગ ચાર ઊંટ પર મૂકે છે, જેને લઈ ચાર સનદ કુમારમાં ફેરવાય છે. દેવી સરસ્વતી મહાસતી અનુસૂયા (મૌલી ગાંગુલી)ને કહે છે કે સર્વ ચાર સનદ તેના અને બ્રહ્મદેવના પુત્રના છે અને તેને એ વચન યાદ અપાવે છે કે તે તેમની સંભાળ લેશે.
નારદ (પ્રણીત ભટ્ટ) દેવી પાર્વતી (શિવ્યા પઠાણિયા)ને જણાવે છે કે બાલ શિવ મહાદેવ (સિદ્ધાર્થ અરોરા)ની તેની યાદગીરી ધરાવતો નથી, જેને લઈ પાર્વતી રોષે ભરાય છે. ઘરે પાછા આવવા સમયે સનદ કુમાર મહાસતી અનુસૂયા અને બાલ શિવનું અપમાન કરે છે. ઘરે પહોંચ્યા પછી બાલ શિવ દેવી પાર્વતીને મળવા જાય છે, પરંતુ ગુસ્સામાં તે તેમને મળવાનો ઈનકાર કરે છે,
જેને લઈ તે અપસેટ થાય છે અને ત્યાંથી છોડી જાય છે. દરમિયાન શુક્રાચાર્ય ભસ્માસુરની રાખ શોધી કાઢે છે અને તારકાસુર (કપિલ નિર્મલ)ને વિશાળ અસુર બનાવવા કહે છે, જે માટે પંચમહાભૂતનું ભસ્માસુરની રાખ સાથે મિક્ષણ કરવાનું હોય છે અને તે પંચમહાભૂત શિવલિંગ મંદિરમાં મળશે.
ઈન્દ્રા (કુનાલ બક્ષી)નો જાસૂસ તેમને માહિતગાર કરે છે કે તારકાસુર મંદિર પર હુમલો કરવાનો છે. ઈન્દાર અને અન્ય દેવતાઓ દેવી પાર્વતીને વિનંતી કરે છે કે તે તેની જોડે બાલ શિવને લઈ જાય અને પંચમહાભૂતના શિવલિંગ મંદિરોનું રક્ષણ કરે, પરંતુ પાર્વતી ઈનકાર કરે છે. શું તારકાસુર તેની શયતાની યોજનામાં સફળ થશે?”