પરિસ્થિતિથી બેહાલ!-‘દૂસરી મા’ અને ‘ભાભીજી ઘર પર હૈ’નાં પાત્રો નિઃસહાય સ્થિતિમાં આવશે.
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈ વિશે અનિતા ભાભી કહે છે, “તિવારી (રોહિતાશ ગૌર) અને અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) રોમેન્ટિક મૂડમાં છે, પરંતુ તેમની જોડીદાર અંગૂરી (શુભાંગી અત્રે) અને વિભૂતિ (આસીફ શેખ) થાકને લીધે ઊંઘી જાય છે. અનિતા અને તિવારી તેમની જોડીદાર માટે કાંઈક વિશેષ કરવાની યોજના બનાવે છે.
તિવારી અંગૂરીનો રૂમ સજાવે છે, જ્યારે અનિતા કેન્ડલલાઈટ ડિનરની યોજના બનાવે છે, પરંતુ પીઠદર્દને લીધે અંગૂરી નિદ્રામાં પડી જતાં ફરી તેની યોજના પડી ભાંગે અને અનિતા કંટાળાજનક વાત માટે વિભૂતિ પર ગુસ્સે થાય છે.”
એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે યશોદા કહે છે, “યશોદા (નેહા જોશી) અશોક (મોહિત ડાગા)ની સુરક્ષાની ખાતરી રાખવા માટે દીવાઓ પ્રગટાવે છે. દરમિયાન ઈન્સ્પેક્ટર બધાને જાણ કરે છે કે અશોકનો સામાન એક દુર્ઘટનાગ્રસ્ત બસમાંથી મળ્યો છે અને તે અકસ્માતમાં કોઈ બચ્યું નથી.
સુરેશ (સુનીલ દત્ત) પોતાના પુત્રના મૃત્યુની વાત સાંભળીને આઘાત પામે છે અને યશોદા અને કૃષ્ણ (આયુધ ભાનુશાલી)ને દોષ આપે છે. યશોદા વાત માનવા તૈયાર નથી અને દરેકને સમજાવવાનો પ્રયાસ કરે છે કે અશોક જીવતો છે. જોકે કામિની (પ્રીતિ સહાય) અશોકના શાંતિના પથ માટે વ્યવસ્થા કરવા સુરેશ (દાદાજી)ને સૂચવે છે અને યશોદાને અશોકના અગ્નિસંસ્કાર કરવા બળજબરી કરે છે.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે રાજેશ કહે છે, “રાજેશ (કામના પાઠક) હપ્પુ (યોગેશ ત્રિપાઠી)ને નૈનિતાલમાં વેકેશન માટે જવાની વિનંતી કરી છે, પરંતુ હપ્પુ ઈનકાર કરે છે. ગુસ્સામાં હૃતિક (આર્યન પ્રજાપતિ) સ્કૂલમાં કેક ફેંકે છે અને કેક માસ્ટરના મોઢા પર પડે છે.
હપ્પુ હૃતિકને ગુસ્સે નહીં થવા મજાવે છે ત્યારે રાજેશ ટ્રિપ માટે હપ્પુ પાસેથી પૈસા પડાવવા એવું કહીને યોજના બનાવે છે કે ગુસ્સે થશે તેમણે પિગ્ગી બેન્કમાં એક હજાર રૂપિયા જમા કરાવવા પડશે. આ સ્થિતિથી બચવા માટે હપ્પુ ક્રોધ પર કાબૂ મેળવવા ડોક્ટર પાસે જવાનું નક્કી કરે છે.”