કિસી કી હોગી જીત, કિસી કી હોગી હાર?

એન્ડટીવી પર દૂસરી મા, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈનાં પાત્રો સ્થિતિ પર જીત મેળવવાની કોશિશ કરશે.
એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે યશોદા કહે છે, “કૃષ્ણા (આયુધ ભાનુશાલી)થી નારાજ પરિવાર ખાવાનો ઈનકાર કરે છે. કામિની (પ્રીતિ સહાય) કૃષ્ણાને ઘરમાં દરેકને ખવડાવવા અથવા ઘર છોડીને જવા પડકારે છે. કૃષ્ણા તો અછોડો વેચે છે અને પરિવારના સભ્યો માટે પિઝા લાવે છે.
તે પાડોશીઓને પણ બોલાવે છે, જેને લીધે દાદાજી (સુનિલ દત્ત) અને અન્ય પરિવારના સભ્યો ખાવા માટે મજબૂર બને છે. આ પછી કામિની અને મહુઆ પાડોશીઓમાં એવી વાત ફેલાવે છે કે યશોદા (નેહા જોશી)એ કૃષ્ણાને અશોક (મોહિત ડાગા)નો પુત્ર તરીકે જાહેર કરી દીધો છે. પાડોશીઓ દાદાજીને મળે છે અને આ વાત સાચી છે કે એવું પૂછે છે. તાણને લીધે દાદાજીને આંચકો લાગે છે. માલતી (અનિતા પ્રધાન) યશોદાને કૃષ્ણાને પાછો મોકલી દેવા માટે વિનંતી કરે છે.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે રાજેશ કહે છે, “ખોડી લાલ (શરદ વ્યાસ) હપ્પુ (યોગેશ ત્રિપાઠી)ની લાલચ અને લાંચખોરીથી નારાજ છે. કટોરી અમ્મા (હિમાની શિવપુરી) હપ્પુને આ વિશે જાણ કરે છે ત્યારે તે ઈમાનદાર બનવાનું વચન આપે છે. એચસીઆર (હૃતિક, ચમચી અને રણબીર) તેમની પરીક્ષાઓ માટે ચિટ તૈયાર કરે છે.
હપ્પુ સ્કૂલમાં જઈને તેમનો પર્દાફાશ કરે છે, જેને લઈ તેઓ પરીક્ષામાં નાપાસ થાયછે. ગબ્બર હપ્પુને માહિતી આપે છે કે ભાડૂતો તેની વિરુદ્ધ કેસ કરવા ધમકાવી રહ્યા છે અને તેથી હપ્પુની મદદ માગે છે, પરંતુ તે સાફ ઈનકાર કરે છે. શું હપ્પુની ઈમાનદારી તેને મુશ્કેલીમાં મૂકશે?”
એન્ડટીવી ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે વિભૂતિ નારાયણ મિશ્રા કહે છે, “સરકાર માછીમારોની જમીનના ટુકડા વહેંચી રહી છે એવી જાણ થતાં મોડર્ન કોલોનીના બધા જ લોકો માછીમાર અને માછીમારણનો સ્વાંગ રચીને લાભ લેવાનું નક્કી કરે છે.
દરમિયાન મહાપાલિકા અધિકારી આવીને નિયમો અને નિયમન સમજાવે છે એન માહિતી આપે છે કે તેમણે માછીમાર સંગઠનના પ્રમુખ મછલેન્દ્ર દ્વારા મછલીકરણ સર્ટિફિકેટ આપવાનું રહેશે. સર્ટિફિકેટ વિના કોઈને જમીનનો ટુકડો નહીં મળશ. પ્રેમ (વિશ્વજિત સોની) બધાને મછલેન્દ્ર અને માછુરીએ તેનું દિલ કઈ રીતે તોડ્યું તે વિશે કહે છે. તેઓ અનોખે લાલ સકસેના (સાનંદ વર્મા)ને માછુરી બનાવવાનું નક્કી કરે છે!”