ગંગા દશેરાના પાવન દિવસે ગંગામાં ડૂબકી લગાવવાથી અંતર શુદ્ધ થાય છેઃ નેહા જોશી
ગંગા પવિત્રતાથી પણ વધુ વિશેષ સ્થાન ધરાવે છે. તે ભારતની અસલી ખૂબીનો ધબકાર છે. ભક્તો સમૃદ્ધિના આશીર્વાદ માટે આ પવિત્ર નદીમાં ડૂબકી લગાવે છે. ગંગા દશેરા દરમિયાન આ પવિત્ર જળમાં સેંકડો દીવડાઓ ટમટમતા દેખાય છે, જે વાતાવરણને શાંત અને પરોપકારી બનાવે છે.
ગંગા જ્યાં વહે છે તે વિવિધ રાજ્યોમાં આ તહેવાર ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. આ અવસરે એન્ડટીવીના કલાકારો નેહા જોશી (યશોદા, દૂસરી મા), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી, ભાભીજી ઘર પર હૈ) તહેવાર સાથે સંકળાયેલા મહત્ત્વ અને રીતરિવાજ વિશે વાત કરે છે.
એન્ડટીવી પર ‘દૂસરી મા’માં યશોદાની ભૂમિકા ભજવતી નેહા જોશી કહે છે, “ગંગા દશેરાને ગંગાવતરણ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરેલી પવિત્ર ગંગાની પવિત્રતાની યાદગીરીનું દ્યોતક છે. આ તહેવાર મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગળ અને ઉત્તરાખંડ જેવાં રાજ્યોમાં ઊજવવામાં આવે છે.
ભક્તો ગંગા કિનારે ભેગા થાય છે, પવિત્ર વિધિઓ કરે છે અને પવિત્ર નદીની આરતી કરે છે. ગંગા દશેરાના પાવન દિવસે ગંગામાં ડૂબકી લગાવવાથી અંતર શુદ્ધ થાય છે અને શારીરિક બીમારીઓ દૂર ભાગી જાય છે એવું માનવામાં આવે છે. તાજેતરમાં મને પરફોર્મન્સ માટે હૃષીકેશમાં જવાની તક મળી હતી, જયાં હું ગંગાના સૌંદર્યથી મંત્રમુગ્ધ રહી ગઈ હતી.
આ સપનું સાકાર થવા જેવું હતું, કારણ કે પહેલી વાર મેં ગંગા આરતી, દીવડાઓ પ્રગટાવવાની અને પવિત્ર નદીને તે ધરાવવામાં આવતાં જોયુંય હરિદ્વાર અને હૃષીકેશ જેવાં પવિત્ર શહેરોમાં શૂટિંગે મને બહુ ખુશી આપી. ઘણા બધા સ્થાનિકોએ આ તહેવાર ધામધૂમથી કઈ રીતે મનાવવામાં આવે છે તે વિશે વાર્તાઓ કહી. એક દિવસ હું ફરીથી આ સ્થળે જવા માગું છું, જે સમયે આ સ્વર્ણિમ તહેવારમાં સંપૂર્ણ ગળાડૂબ થવાની છું અને ઉજવણીની અસલ ખૂબીઓનો અનુભવ કરવાની છું.”
હપ્પુ કી ઉલટન પલટનમાં યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “ગંગા દશેરા એટલે વિચાર, વાણી અને કરતૂત સાથે સંકળાયેલા દસ પાપની સફાઈ કરવાની ગંગાની ક્ષમતાનું પ્રતિક દસ પવિત્ર વેદિક ખૂબીઓની ઉજવણીના ભાગરૂપ છે. મારી માતા હંમેશાં ભાર આપીને કહેતી કે ભક્તો ઉદારતા પ્રાપ્ત કરવા માટે શાંતિ ચાહે છે.
હું ઉત્તર પ્રદેશનો હોવાથી માનવી અસ્તિત્વ અને આધ્યાત્મિક જાગૃતિમાં ગંગાનું મહત્ત્વ સારી રીતે સમજું છું. મનોહર હિમાલયમાં ગંગાત્રીની બરફાચ્છાદિત ટોચ પરથી ઉદભવતી ગંગા મનોહર રીતે વહીને ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી વહેતી રહીને બંગાળની ખાડીમાં ભળી જાય છે.
પ્રયાગ તરીકે ઓળખાતા અલાહાબાદમાં ગંગા, યમુના અને સરસ્વતીનું મિલન બેજોડ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. નદીના પટ પર જ્વાળા અને ફૂલોથી સજેલી ઝગમગતી બોટ સાથે અદભુત આરતી સાંજના સમયે આહલાદક અનુભવ છે. આ ખરેખર સુખદ અનુભવ છે, જે આ પવિત્ર નદીના પાવન સૌંદર્ય સાથે ઉત્તમ સુમેળ સાધે છે.”
ભાભીજી ઘર પર હૈની વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે, “ભક્તો ઉત્તમ ભાગ્ય માટે પવિત્ર ગંગા નદી પાસેથી આશીર્વાદ ચાહે છે. મારા બાળપણમાં હું ગંગાના પવિત્ર ઘાટ નજીક મજેથી રમતી અને તહેવાર દરમિયાન વહેતા પાણીમાં અસંખ્ય દીવડાઓનો મંત્રમુગ્ધ કરનારો નજારો જોતી.
આ સુંદર રિવાજ શાંતિ અને સારપ પામવાનું પ્રતિક છે. વર્ષના આ સમયે દુનિયાભરના લોકો વારાણસીમાં પવિત્ર નદીમાં ડૂબકી લગાવીને પવિત્રતા પ્રાપ્ત કરવા ભેગા થાય છે. મારી માતા દસગણું ધરાવવાની પરંપરાનું શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે. ફૂલો, અત્તર, દીવડાઓ, તમાકુનાં પાન કે ફળોના દસ પ્રકાર ધરાવતાં તે દસ સંખ્યાના મહત્ત્વ પર ભાર આપે છે.
ગંગામાં ડૂબકી લગાવવાની બાબતમાં દસ પવિત્ર ડૂબકીઓ લગાવવાનો રિવાજ છે. અમારા પરિવારમાં આ પાવન દિવસે મૂલ્યવાન વસ્તુઓ, નવું વાહન ખરીદી કરવી અથવા નવા ઘરમાં પ્રવેશ કરવાની પરંપરા રહી છે. હું આ વર્ષે ત્યાં જવા માગું છું અને તે પવિત્ર અનુભવ ફરીથી કરવા માગું છું.”