Western Times News

Gujarati News

પારિવારિક ડ્રામા ‘દૂસરી મા” સેટ પર નેહા જોશીની સરપ્રાઈઝ બર્થડે ઉજવણી

એન્ડટીવી પર પારિવારિક ડ્રામા ‘દૂસરી મા”માં યશોદાની ભૂમિકા ભજવતી નેહા જોશી આજે તેનો બર્થડે ઊજવી રહી છે. અભિનેત્રી માને છે કે આ દિવસ તમારા આશીર્વાદ ગણવાનો છે અને હું વર્કિંગ બર્થડેને અગ્રતા આપું છું. તેના ઓન-સ્ક્રીન પરિવારે જોકે જયપુરમાં બર્થડે ઉજવણી સાથે તેને સરપ્રાઈઝ આપીને તેનો દિવસ યાદગાર બનાવ્યો. &TV :: Neha Joshi’s surprise birthday celebration

ઉજવણી વિશે બોલતાં નેહા જોશી ઉર્ફે યશોદા કહે છે, “હું સાદગીપૂર્ણ બર્થડેને અગ્રતા આપું છું. મારે માટે આ વિશેષ દિવસની ઉજવણી કરવાની સૌથી ઉત્તમ રીત તે દિવસે પણ શૂટ કરવાની છે, જે મને સૌથી વધુ ગમે છે. ઉપરાંત સાંજે હું મારા પરિવાર અને નિકટવર્તીઓ સાથે ઘરે અથવા મારી ફેવરીટ રેસ્ટોરાંમાં સમય વિતાવવા માગું છું.

જોકે આ વર્ષ વધુ વિશેષ છે, કારણ કે મારો દૂસરી માનો વિસ્તારિત પરિવારે આ દિવસને યાદગાર બનાવવાનુ નક્કી કર્યું. હું જયપુરમાં શો માટે શૂટમાં હોવાથી અને ઘરથી દૂર હોવાથી અને મારા શૂટ શિડ્યુલને લીધે હું મુંબઈ જઈ શકું એમ નહોતી. ટીમ મારે માટે સુંદર કેક લાવી અને કેક કાપ્યા પછી અમે અમુક સ્વાદિષ્ટ ખાદ્યો ખાધાં.

આ શહેરમાં ભાતભાતનાં ખાદ્યો મળે છે અને અમે મોટા ભાગના અજમાવી જોયાં છે (હસે છે). આવું સુંદર યુનિટ અને સહ- કલાકારો જેઓ તમને ઘરથી દૂર હોવાનું મહેસૂસ કરવા દેતા નથી તેઓ આસપાસ હોય તે આશીર્વાદરૂપ લાગે છે.”

તે ઉમેરે છે, “મને લાગે છે કે બર્થડે આશીર્વાદ ગણવાનો દિવસ હોય છે. મારા પરિવાર, મિત્રો, સાથીઓ અને સૌથી મહત્ત્વપૂર્ણ સોશિયલ મિડિયા થકી મારા દર્શકોના સેંકડો કોલ્સ અને મેસેજીસ આવે છે, જે મારો દિવસ વધુ વિશેષ બનાવે છે.

હું મારા ચાહકો દ્વારા અપાતા ટેકા માટે આભાર માનું તેટલા ઓછા છે. સર્વ બર્થડે મેસેજીસ, શુભેચ્છાઓ, પોસ્ટ અને કમેન્ટ્સ વાંચવાની મને ખરેખર મજા આવે છે. આવો પ્રેમ અને વહાલ મને વધુ સારું કામ કરવા પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.