વેદાંત સલુજા “હપ્પુ કી ઉલટન પલટન”માં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવશે
અનેક ટેલિવિઝન શો, ઓટીટી, કમર્શિયલ્સ અને મ્યુઝિક આલબમ્સમાં જોવા મળેલો વેદાંત સલુજા એન્ડટીવી પર ઘરેલુ કોમેડી હપ્પુ કી ઉલટન પલટનમાં જોવા મળશે. અભિનેતા કૃષ્ણની ભૂમિકા ભજવશે, જે દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી)ને ભગવાનની હકારાત્મક હાજરીનું ભાન કરાવવા માટે ભગવાન કૃષ્ણનું આધુનિક રૂપ છે. કેશવ તરીકે પ્રવેશ વિશે વેદાંત સલુજા કહે છે, “કેશવનું પાત્ર ભગવાન કૃષ્ણની દયાળુ સ્વભાવનું પ્રતીક છે, જે હકારાત્મક દ્રષ્ટિબિંદુ સાથે મોહિત કરનારું વ્યક્તિત્વ છે.
હપ્પુ (યોગેશ ત્રિપાઠી) તેના પ્રમોશન પછી વલણ બદલી નાખે છે. તે તોછડો બને છે અને જીવનની ભેટની અવગણના કરવા લાગે છે. તે પોતાની સર્વ પવિત્ર જીવોથી ઉપરવટ માનવા લાગે છે અને ભગવાનના અસ્તિત્વને નકારે છે અને નાસ્તિકતા દર્શાવે છે, જેને લઈ તેનો પરિવાર તણાવમાં આવી જાય છે. હપ્પુના આવા વિચિત્ર વર્તનને લઈ પરિવાર તેનો પગ ફરીથી ધરતી પર આવે તે માટે ભગવાનને પ્રાર્થના કરે છે.
આવા સંજોગોમાં યુવા પુરુષ કેશવનો પ્રવેશ થાય છે, જેની નિર્દોષતા અને દયાળુ સ્વભાવ રાજેશનું ધ્યાન ખેંચે છે. ઘરેલુ કામો માટે રાખેલો કેશવ સૌને માટે મદદનો હાથ આપીને ખુશ કરે છે. આ બાજુ હપ્પુની તોછડાઈ વધે છે, જેને લઈ ખોડી (શરદ વ્યાસ) અને કટોરી અમ્મા (હિમાની શિવપુરી)નું પણ માન રાખતો નથી, જેણે લઈ કેશવ મધ્યસ્થી કરવાનું નક્કી કરે છે. તે આ સ્વ- વિનાશકારી વર્તનથી હપ્પુને બચાવવા માગે છે. તેની અંદર હકારાત્મક બદલાવ લાવવા માગે છે.”
હપ્પુ કી ઉલટન પલટનના કલાકારો સાથે જોડાવા વિશે અભિનેતા કહે છે, “મને એન્ડટીવીના લોકપ્રિય શોમાંથી એક હપ્પુ કી ઉલટન પલટનમાં જોડાવાની તક મળી તેની બહુ ખુશી છે. શો ભાભીજી ઘર પર હૈ સાથે મારા ફેવરીટમાંથી એક છે. મને દરોગા હપ્પુ સિંહનું પાત્ર અને શોમાં મોજીલી પરિવારની ગતિશીલતા બહુ ગમે છે. આથી મને શોમાં ભૂમિકા મળતાં ખુશીનો કોઈ પાર નહોતો.
હવે હું આ પ્રતિભાશાળી કલાકારો સાથે મળું છું, વાતો કરું છું અને કામ કરું છું અને શોનો હિસ્સો બની ગયો છું. આથી મારે માટે વિન-વિન સ્થિતિ છે. મારા મિત્રો અને પરિવારજનો પણ મારે માટે ભારે રોમાંચિત છે અને મારા પાત્રના પ્રવેશની તેમને ભારે ઉત્સુકતા છે. આરંભમાં મને કોમેડી કરવાનો સંકોચ થતો હતો, કારણ કે મને પહેલી વાર આવી ભૂમિકા મળી છે, પરંતુ પ્રોડકશન અને ક્રિયેટિવ ટીમે મને ભૂમિકા માટે તૈયાર કરવા મદદ કરી. મને એક બાબતનું ભાન થયું કે કોમેડી આસાન નથી. આ ટાઈમિંગની વાત છે. અમને બધું જ બહુ સારી રીતે કામ કરી ગયું તેની મને ખુશી છે. વાર્તા અદભુત અને મનોરંજક છે, જે ભરપૂર હસાવે છે.”